ઉત્તરપૂર્વનાં આઠ રાજ્યોનાં ૮૯ પરંપરાગત ઉત્પાદનોને જીઆઈ ટેગ
કોહિમા, ઉત્તરપૂર્વના ૮ રાજ્યોના ૮૯ પરંપરાગત ઉત્પાદનોને જીઆઈ (જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન) ટેગ પ્રાપ્ત થયો છે. સૌથી વધુ ૪૮ હેન્ડિક્રાફ્ટ ઉત્પાદનો જીઆઈ રજિસ્ટ્રેશન માટે રજિસ્ટર્ડ થયા છે.
ત્યારબાદ ૨૮ કૃષિ ઉત્પાદનો, ૮ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ અને ૫ ખાદ્ય ઉત્પાદનનોનો સમાવેશ થાય છે. જીઆઈ રજિસ્ટ્રેશનની કાર્યવાહી અંતર્ગત નાગાલેન્ડના પરંપરાગત ક્રાફ્ટ અને હેન્ડલૂમ ઉત્પાદન સાથે સંકળાયેલા સ્ટેકડોલ્ડર્સની બેઠક દિમાપુર ખાતે નાગાલેન્ડ હેન્ડલૂમ એન્ડ હેન્ડિક્રાફ્ટ કોર્પાેરેશન ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં વરિષ્ઠ અધિકારી મોનમયુરી સાઈકાઈ દ્વારા જીઆઈ ટેગના લાભ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયુ હતું. બેઠકમાં રજૂ થયેલી વિગતો મુજબ, ઉત્તરપૂર્વના રાજ્યો પાસે હાલ ૮૯ જીઆઈ રજિસ્ટર્ડ ઉત્પાદનો છે. તેમાંથી નાગાલેન્ડના ૨૪ ઉત્પાદનો જીઆઈ રજિસ્ટ્રેશન માટે પસંદ થયા છે.
જીઆઈ રજિસ્ટ્રેશના કારણે આર્થિક લાભ ઉપરાંત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આદિવાસી સમાજોને પ્રોત્સાહન મળી શકે છે. પરંપરાગત ક્રાફ્ટ અને ઉત્પાદનો સાથે અમૂલ્ય સાંસ્કૃતિક વારસો સંકળાયેલો હોવાથી ભારત સરકાર તેના જતન માટે કટિબદ્ધ છે. જીઆઈ રજિસ્ટ્રેશનને સાંસ્કૃતિક ઓળખ મળવાની સાથે સંબંધિત સમાજોને આ પ્રકારના ઉત્પાદનો પર માલિકી હક મળે છે.
કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં બનતા ગુણવત્તાયુક્ત ઉત્પાદનોને જીઆઈ ટેગ મળે છે અને તેની સાથે સંબંધિત વિસ્તારની લાક્ષણિકતા તથા પ્રતિષ્ઠા સંકળાયેલા છે. પરંપરાગત જ્ઞાન અને કલાના સંવર્ધનના રક્ષણમાં જીઆઈ ટેગ ઉપયોગી બને છે. બેઠક દરમિયાન દરમિયાન જીઆઈ ટેગ મેળવવાની ક્ષમતા ધરાવતા નાગાલેન્ડના આદિવાસી ઉત્પાદનો અંગે ચર્ચા થઈ હતી.
જેમાં પોચુરી ટેક્સટાઈલ, પોચુરી શાલ, ઝેલિઆંગ ટેક્સટાઈલ, સુમિ શાલ, સુમિ ટેક્સટાઈલ, એઓ ટેક્સટાઈલ ટિખિર જ્વેલરી, ટિખિર ટેક્સટાઈલ વગેરેનો સમાવેશ થાય છે. જીઆઈ ટેગ રજિસ્ટ્રેશન માટે અન્ય પરંપરાગત ઉત્પાદનોની ઓળખ કરવા માટે નાગાલેન્ડના આદિવાસી સમુદાયો પ્રયત્નશીલ છે.SS1MS
