મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સ્પોટ્ર્સ જર્નાલિસ્ટ્સના ‘ઓનર્સ બોર્ડ’નું અનાવરણ
મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્પોટ્ર્સ જર્નાલિસ્ટોનાં સમર્પણનું અભૂતપૂર્વ સન્માન
પોતાના વાચકો સુધી દરેક મેચની પહેલા અને પછીની વિગતો સમયસર પહોંચાડવા માટે સમય અને સ્થળનાં બંધનો તોડી દેશવિદેશનો પ્રવાસ કરતા પત્રકારોનાં કામની કદર રૂપે આ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે
(યતિન શુક્લ)મુંબઈ તા.૫, છેલ્લા ૬૦ વર્ષમાં ક્રિકેટને લોકમુખે લાવનાર દિગવંત ૩૬ પત્રકારોનાં નામ વાનખેડે સ્ટેડિયમમાં બાળા સાહેબ ઠાકરે પ્રેસ બોક્સ ખાતે ઓનર્સ બોર્ડ પર દર્શાવી મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા જાણે દેશનાં દરેક સ્પોટ્ર્સ જર્નાલિસ્ટ અને તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું છે.
બાળકોને એકાદ રજા હોય કે લાબું વેકેશન, ઘરમાં પ્રસંગ હોય કે બીમારી આ તમામ પરિસ્થતિઓમાં દેશનાં સ્પોટ્ર્સ જર્નાલિસ્ટ પોતાના કામને પહેલા પ્રાથમિકતા આપતા હોય છે.

પોતાના વાચકો સુધી દરેક મેચની પહેલા અને પછીની વિગતો સમયસર પહોંચાડવા માટે સમય અને સ્થળનાં બંધનો તોડી દેશવિદેશનો પ્રવાસ કરતા પત્રકારોનાં કામની કદર રૂપે આ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં નામ વાંચીને સ્વર્ગે સિધાવી ગયેલા પત્રકારોનાં પરિવારોને રજાનાં દિવસે પણ તેઓ કયું અગત્યનું કામ કરી રહ્યાં હતા? જેવા ઘણાં સવાલોનાં જવાબો મળી રહ્યા છે.
આ પ્રંસગે આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઈક, સેક્રેટરી પ્રો. ડા. ઉન્મેષ ખાનવિલકર, જોઈન્ટ સેક્રેટરી નિલેશ ભોસલે, એક્ઝિક્યુટિવ સેક્રેટરી સી.એસ. નાઈક, જાણીતા રમતગમત પત્રકારો ક્લેટન મુર્ઝેલો અને જી. વિશ્વનાથ તેમજ એપેક્સ કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોટ્ર્સ જર્નાલિસ્ટને આપવામાં આવેલા અભૂતપૂર્વ સન્માન બદલ પત્રકાર પ્રમુખ વિશ્વનાથે મુંબઈ ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ અજિંક્ય નાઈકને મોમેન્ટો આપી આભાર વ્યક્ત કર્યો હતો.
માત્ર ક્રિકેટ જ નહિ પણ દરેક રમતને દેશનાં દરેક ખૂણામાં રસપ્રદ રીતે રજુ કરી આવનારી પેઢીને રમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરનારા પત્રકારોએ દેશને ઘણાં રમતવીરો અને એવોર્ડ અપાવવામાં મદદ કરી છે તેમાં શંકાને સ્થાન નથી માટે ફક્ત ક્રિકેટ જ નહિ દરેક સ્પોટ્ર્સ એસોસિએશને વર્ષો સુધી રમત અને રમતવીરોને ખંતપૂર્વક પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ કરનાર દિગવંત પત્રકારોને સન્માન આપવાની પરંપરા અપનાવવી જોઈએ. તેમની યાદગીરી જ પત્રકારોને સાચી શ્રદ્ધાંજલિ છે.
