યુવકને મળવા બોલાવી યુવતી સહિત ચાર શખ્સોએ રોકડ રકમ લૂંટી લીધી
અમદાવાદ, લૂંટેરી દુલ્હન અંગેના અનેક બનાવો લોકો સાંભળતા આવ્યા છે, પરંતુ નારોલ વિસ્તારમાં લૂંટેરી ગર્લફ્રેન્ડનો વિચિત્ર બનાવ નોંધાયો છે. યુવકની એક મહિલા મિત્ર મારફતે તેની ઓળખ બીજી યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ અને તેઓ અવારનવાર મળતા પણ હતા. આ દરમિયાન લગભગ બે મહિના પહેલા યુવતીએ યુવકને મેસેજ કરીને નારોલની કોઝી હોટલ પાસે મળવા બોલાવ્યો અને પછી નાસ્તો કરવા જવાની વાત કરી.
ત્યારબાદ યુવક અને યુવતી એક્ટિવા પર બેસીને નાસ્તો કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉથી નક્કી કરેલી યોજના મુજબ એક્ટિવા પર ત્રણ શખ્સ ત્યાં પહોંચ્યા. તેમણે “મારી બહેનને ક્યાં લઈને જાય છે?” કહીને યુવકને સાઈડમાં ઊભો રાખ્યો. ત્યારબાદ ગાળો બોલી ત્રણેયે પોતાને આ વિસ્તારના ડોન તરીકે ઓળખાવી યુવક પર મારપીટ શરૂ કરી હતી. લૂંટના ઈરાદે આવેલા ત્રણેય શખ્સોએ યુવકને છરી બતાવી તેની પાસેથી રોકડા રૂ. ૮ હજાર લૂંટી લીધા.
બાદમાં વધુ રૂપિયાની માંગણી કરતા યુવક તક જોઈને ત્યાંથી ભાગી છૂટ્યો. આ મામલે યુવકે યુવતી સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.વટવાની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતો ૨૧ વર્ષીય ચંદન ચૌધરી ગેરેજમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગ બે મહિના પહેલા તેની મિત્ર મારફતે આફરીન નામની યુવતી સાથે તેની ઓળખ થઈ હતી.
ત્યારબાદ ચંદન અને આફરીન અવારનવાર મળતા રહ્યા અને બંને વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયો હતો. ૪ ફેબ્›આરીએ આફરીને ચંદનને કોઝી હોટલ પાસે મળવા બોલાવ્યો. બાદમાં બંને એક્ટિવા પર બેસીને નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે એક એક્ટિવા પર આવેલા ત્રણ યુવકો તેમની પાછળ આવ્યા. તેમણે ચંદનને બૂમ પાડી “મેરી બહેન કો કહાં લેકર જાતા હૈ?” કહી અટકાવ્યો. આ સમયે આફરીન ગભરાઈ ગઈ. એક્ટિવા પર આવેલા શખ્સોમાંથી એકે પોતાનું નામ મોહમંદ ફાઈટર જણાવતાં “મેરે પર બહુત કેસ હૈ, યે મેરી બહેન હૈ” કહી ધમકી આપી.
બીજા શખ્સે પોતાને આકિબખાન પઠાણ તરીકે ઓળખાવી “મેં ઇધર કા દાદા હૂં ઔર યે મેરી વાઈફ હૈ” કહી ધાક જમાવી. તેમની સાથે આવેલો અરશદ ચૂહા સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવા લાગ્યો. ત્યારબાદ ત્રણેયે ભેગા થઈ ચંદન સાથે મારપીટ કરી અને તેની એક્ટિવાની ડેકીમાં રહેલા રૂ. ૮ હજાર લૂંટી લીધા. વધુ રૂપિયા લાવવા માટે તેમણે ચંદન પર દબાણ કર્યું. મજબૂરીમાં ચંદને પોતાના મિત્રને ફોન કરીને રૂપિયા લાવવા કહ્યું.
જોકે મિત્રને પહોંચવામાં મોડું થતાં ચંદને તકનો લાભ લઈ આરોપીઓની ચુંગાળમાંથી ભાગી છૂટ્યો. પછી ચંદને સમગ્ર ઘટનાની જાણ કરીને નારોલ પોલીસ મથકે આફરીન, આકિબખાન પઠાણ, મોહમંદ ફાઈટર અને અરશદ ચૂહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.SS1MS
