Western Times News

Gujarati News

કલાકારોના મોટા ઓન્ટ્રાજ ખર્ચ ખાલી વાતો: તાપસી

મુંબઈ, તાપસી પન્નુએ ફિલ્મ ઉદ્યોગમાં કલાકારોના મોટા ઓન્ટ્રાજ અંગે ચાલી રહેલી ચર્ચા પર પોતાનાં વિચાર વ્યક્ત કર્યા છે. તેનાં મતે કેટલાક નિર્માતાઓ દ્વારા કરવામાં આવતી વાતો ઇડસ્ટ્રીની સંપૂર્ણ હકીકત દર્શાવતી નથી.

એક ઇન્ટરવ્યુમાં તાપસીએ જણાવ્યું કે તાજેતરમાં કેટલાક પ્રોડ્યૂસર્સે કલાકારો અને તેમની ટીમના વધતા ખર્ચ અંગે ફરિયાદો કરી હતી, જેના કારણે આ મુદ્દે ભારે ચર્ચા થઈ હતી.તાપસીએ કહ્યું, “હું કેટલાક ઈન્ટરવ્યુ જોતી હતી જેમાં કેટલાક પ્રોડ્યૂસર્સ ફરિયાદ કરી રહ્યા હતા કે સ્ટાર્સ સાથે ઘણો ખર્ચ જોડાયેલો હોય છે અને તેમની પાસે ખુબ મોટું ઓન્ટ્રાજ હોય છે.

તેઓ કહી રહ્યા હતા કે સ્ટાર્સ સાથે ચાર–પાંચ લોકો હંમેશા ફરતા હોય છે.”પરંતુ તાપસી પન્નુએ સ્પષ્ટ કર્યું કે આ વાત દરેક કલાકાર માટે લાગુ પડતી નથી. ઇન્ડસ્ટ્રીમાં મોટા કલાકારો સાથે કામ કરવાના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં તેણે જણાવ્યું કે દરેક સ્ટાર સાથે મોટી ટીમ ફરતી હોવાની વાત સાચી નથી.

તાપસીએ કહ્યું, “સૌ પ્રથમ તો દરેક સ્ટાર માટે આવું નથી. મેં ઇન્ડસ્ટ્રીના બે સૌથી મોટા સ્ટાર્સ શાહરુખ ખાન અને અક્ષય કુમાર સાથે કામ કર્યું છે, તેમજ અમિતાભ બચ્ચન સાથે પણ. જ્યારે હું શાહરુખ સર સાથે કામ કરતી હતી ત્યારે તેમની આસપાસ એટલા લોકો નહોતા. બધા કલાકારો પાસે મોટું ઓન્ટ્રાજ હોય છે એવી વાત માત્ર વાતો છે.”

તાપસીએ કહ્યું, “હા, કેટલાક કલાકારો પાસે ખરેખર મોટી ટીમ હોય છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે જે લોકો ઈન્ટરવ્યુમાં આ અંગે ફરિયાદ કરે છે અને જેમને આ બાબતથી તકલીફ છે, તેઓ જ એવા સ્ટાર્સને કામ પણ આપે છે.”તાપસીએ ઉમેર્યું કે બહારથી જોતા આ ચર્ચા ઘણી વાર વિરોધાભાસી લાગે છે.“

આ ઇન્ડસ્ટ્રીમાં એટલી માંગ કરવાના કારણે આ કલાકારોને પણ ઘણા લોકો સનકી કહે છે, પરંતુ પછી એ જ પ્રોડ્યૂસર્સ તેમને કામ આપે છે. તો પછી તમે કંઈ બદલાવ લાવો અથવા ફરિયાદ ન કરો.”છેલ્લે તાપની અસ્સી ફિલ્મ રિલીઝ થઈ હતી. આગામી સમયમાં તાપસી પન્નુની કેટલીક નવી ફિલ્મ પર કામ પણ ચાલી રહ્યું છે. જેમાં ગાંધારી ફિલ્મનો સમાવેશ થાય છે, જે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.