Western Times News

Gujarati News

કુંભમેળાની ફેમસ ગર્લ મોનાલિસાએ પરિવારના વિરોધ વચ્ચે કર્યા લગ્ન

પ્રયાગરાજ, કુંભમેળા દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મૂળ ઈન્દૌરની રહેવાસી મોની ભોંસલે ઉર્ફે મોનાલિસા ફરી ચર્ચામાં છે. હાલમાં એમની પહેલી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે તે પોતાની રિયલ લવ લાઈફને લઈ ચર્ચામાં છે.

મોનાલિસાનો લવ મામલો હવે તિરૂવનંતપુરમના એક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એક્ટ્રેસ બની ચૂકેલી મોનાલિસા પોતાના પ્રેમી ફરમાન ખાન સાથે પકડાઈ હતી. તે પોતાના પ્રેમી સાથે થંપાપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસની મદદ લીધા બાદ હવે મોનાલિસા એ મંદિરમાં લગ્ન કર્યા છે.

બન્નેના પરિવારજનોએ આ સંબંધનો વિરોધ કર્યાે હોવા છતાં બન્નેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા માગ્યા બાદ તેઓ કેરળ પહોંચ્યા હતા અને પોલીસ સુરક્ષા માગી હતી. દોઢ વર્ષ પહેલા બન્ને એકબીજાને ફેસબુકના માધ્યમથી મળ્યા હતા.

મોનાલિસાના પિતાને ફરમાન સાથે કોઈ સંબંધ પસંદ નથી. તે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. મોનાલિસાએ પોલીસને જણાવ્યું હતું કે, એમના પિતા એના લગ્ન બીજા સાથે કરાવવા માટે દબાણ કરી રહ્યા હતા. એમને લગ્ન કરવા માટે મજબૂર કરી રહ્યા હતા.

પણ તે ફરમાન ખાન સાથે રહેવા માગે છે. તે કેરળમાં ફિલ્મના શુટિંગ માટે આવી હતી. એ સમયે પરિવારમાં આવો ડખો થયો હતો. ફિલ્મના શુટિંગ વખતે આવેલી મોનાલીસા પ્રેમીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મોનાલિસાની ફરિયાદ બાદ એના પિતા જયસિંહ ભોંસલેને થંપાનુર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા.

એ પછી બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મોનાલીસા ૧૮ વર્ષની છે અને તેને પોતાના જીવનસાથીની પસંદગી કરવાનો પૂરો અધિકાર છે. તે કાયદાકીય રીતે નક્કી કરી શકે છે કે એને કોની સાથે રહેવું છે. આ પછી મોનાલિસાના ફોટો અને વિડિયો સામે આવ્યા હતા, જેમાં ફરમાન મોનાલીસાના માથે સિંદૂર પૂરી રહ્યો છે, મંગળસૂત્ર પહેરાવી રહ્યો છે. મંદિરમાં લગ્નના ફેરા લીધા બાદ પોતે લગ્ન કરી લીધા છે એવું કહ્યું હતું.

આ દરમિયાન તેમણે લાલ રંગની સાડી પહેરી હતી. વર્ષ ૨૦૨૫માં યોજાયેલા મહાકુંભના મેળામાં પોતાની આંખને કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી હતી. તે આ મેળામાં માળા વેચવાનું કામ કરી રહી હતી. ફિલ્મોની સાથે હવે તે મોડલિંગ ક્ષેત્રે પણ સક્રિય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.