Western Times News

Gujarati News

સનરાઇઝર્સ લીડ્‌સનું સોશિયલ મિડીયા એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું

પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યા બાદ મુશ્કેલીમાં ભરાઈ સનરાઇઝર્સ ટીમ!

(એજન્સી) નવી દિલ્હી, દ હન્ડ્રેડ ઓક્શન દરમિયાન સનરાઇઝર્સ લીડ્‌સ ટીમે પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. મહત્વની વાત એ છે કે સનરાઇઝર્સ લીડ્‌સની માલિક ભારતીય કંપની સન ગ્રુપ છે, જે આઈપીએલ માં સનરાઇઝર્સ હૈદરાબાદની પણ માલિક છે. દ હન્ડ્રેડ ઓક્શનમાં ભારતીય માલિકી ધરાવતી આ એકમાત્ર એવી ટીમ રહી, જેણે પાકિસ્તાની ખેલાડી પર દાવ લગાવ્યો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

ધ હંડ્રેડ માટે પહેલી હરાજી યોજાઈ હતી. આઈપીએલ ટીમના માલિકોએ તાજેતરમાં ધ હંડ્રેડમાં ટીમો ખરીદી છે. હરાજી પહેલા એવા અહેવાલ હતા કે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારતીય માલિકીની ટીમો ધ હંડ્રેડમાં પાકિસ્તાની ખેલાડીઓ ખરીદશે નહીં. જોકે, સનરાઇઝર્સ લીડ્‌સે તમામને ચોંકાવી દીધા અને અબરાર અહમદને ૨૫૫,૦૦૦ ડોલરમાં પોતાની ટીમમાં જોડી દીધો.

ઓક્શનમાં સનરાઇઝર્સની માલિક કાવ્યા મારન હાજર હતા અને તેમણે પાકિસ્તાની ખેલાડી માટે બોલી લગાવી હતી. આનાથી નારાજ થયેલા ભારતીય ફેન્સે સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા કરી છે. કેટલાક ફેન્સે તો ત્યાં સુધી લખી દીધું કે સનરાઇઝર્સના ફેન તરીકે તેમનો આ છેલ્લો દિવસ હતો.

આ વિવાદોની વચ્ચે જ સનરાઇઝર્સ લીડ્‌સનું સત્તાવાર ઠ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે. એકાઉન્ટ ખોલવા પર એવો સંદેશ જોવા મળે છે કે આ હેન્ડલે ઠ ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટીમે કયા ચોક્કસ નિયમોનો ભંગ કર્યો છે.

ગયા વર્ષે સન ગ્રુપે લીડ્‌સ ફ્રેન્ચાઇઝીના ૧૦૦% માલિકી હક ખરીદ્યા હતા. તેમણે ઈઝ્રમ્ પાસેથી ૪૯% અને યોર્કશાયર પાસેથી બાકીના ૫૧% શેર ખરીદ્યા હતા. અગાઉ આ ટીમનું નામ નોર્થર્ન સુપરચાર્જર્સ હતું, જે બદલીને પાછળથી સનરાઇઝર્સ લીડ્‌સ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.