Western Times News

Gujarati News

સાઇ પલ્લવી મધુબાલાની બાયોપિકની મુખ્ય હિરોઇન તરીકે ચર્ચામાં

મુંબઈ, સંજય લીલા ભણશાલીની મધુબાલાની બાયોપિક હાલ ચર્ચામાં છે. તેની મુખ્ય અભિનેત્રી તરીકે હવે સાઇ પલ્લવીનું નામ ચર્ચામાં છે. કહેવાય છે કે, સંજય લીલા ભણશાલીને પહેલાથી જ સાંઇ પલ્લવી મધુબાલાના રોલ માટે પસંદ હતી.

થોડા મહિનાઓ પહેલા કિયારા અડવાણીનું નામ ચર્ચામાં હતું. ત્યાર પછી અનીતા પડ્ડાનું નામ આવ્યું હતું.હવે સાઇ પલ્લવીનું નામ ચર્ચાઇ રહ્યું છે. જોકે સત્તાવાર રીતે મધુબાલાની ફિલ્મની કાસ્ટિંગ વિશે કશું જણાવામાં આવ્યું નથી.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,સંજય લીલા ભણશાલી ફિલ્મ માટે એક નવા ચહેરાની શોધમાં હતા. તેને મધુબાલાના રોલ માટે સાઇ પલ્લવી યોગ્ય લાગી હતી. બોલીવૂડમાં સાઇ પલ્લવી બહુ જાણીતો ચહેરો નહીં હોવાથી ભણશાલી તેને લેવા માંગતો હતો. પરંતુ કોઇ કારણોસર વાત આગળ વધી શકી નહોતી. પરંતુ હવે કહેવાય છે કે, સાંઇ પલ્લવીના નામ પર ભણશાલીએ મહોર મારી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.