સરકારે આખરે સ્વીકાર્યું- LPGની અછત છે
Files Photo
મોદી અને પેટ્રોલિયમ મંત્રી વચ્ચે ૨ કલાક ચાલી બેઠક, રાજ્યોને ૧૦% વધારાનો એલપીજી કોટા આપવાનો નિર્ણય
(એજન્સી)નવી દિલ્હી, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે, દેશમાં ફ્યુઅલ-ગેસના સપ્લાયને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદ ભવનમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સાથે બેઠક કરી. આમાં ક્રૂડ ઓઈલ અને ગેસની ઉપલબ્ધતા, તેમની આયાત અને સંભવિત સંકટનો સામનો કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી.
લગભગ ૨ કલાક ચાલેલી બેઠકમાં સરકારે તેના ઈમરજન્સી ઓઇલ ભંડારની પણ સમીક્ષા કરી છે. જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય છે. અધિકારીઓના મતે, દેશ પાસે કેટલાક અઠવાડિયાનો ઓઇલનો સ્ટોક ઉપલબ્ધ છે, જેના કારણે હાલમાં સંકટની શક્યતા ઓછી છે.
જ્યારે પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારી સુજાતા શર્માએ જણાવ્યું કે સરકારે રાજ્યોને ૧૦% વધુ એલપીજી આપવાની ઓફર કરી છે. રાજ્યોને ધીમે ધીમે એલપીજી ને બદલે પીએનજી અપનાવવામાં મદદ કરવા જણાવાયું છે.
તેમણે કહ્યું કે ઘરેલું એલપીજી ઉત્પાદન ૪૦% વધ્યું છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિ સંપૂર્ણપણે ઠીક નથી. એલપીજી ની સમસ્યા હજુ પણ યથાવત છે. ઓનલાઈન બુકિંગ સુધર્યું છે પરંતુ ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં હજુ પણ લાંબી લાઈનો લાગી રહી છે.
ખરેખર, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વિશ્વભરમાં ઓઇલ પુરવઠા પર અસર પડી છે. જોકે, યુદ્ધના માહોલ વચ્ચે ભારતના ત્રણ જહાજો શિવાલિક, નંદા દેવી અને જગ લાડકી ઓઇલ-ગેસ લઈને ગુજરાતના બંદરો પર પહોંચ્યા છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે આજે ૯૩% એલપીજી બુકિંગ ઓનલાઈન થયું છે. સરકારે લોકોને કહ્યું છે કે એજન્સી પર જવાનું ટાળો અને ફક્ત સત્તાવાર એપ કે વેબસાઇટ પરથી જ બુકિંગ કરો, અફવાઓ પર ધ્યાન ન આપો.
તેમણે જણાવ્યું કે કાળાબજાર રોકવા માટે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. આ અંતર્ગત મંગળવારે દેશભરમાં ૨૩૦૦થી વધુ ન્ઁય્ દુકાનો પર અચાનક તપાસ કરવામાં આવી.
અધિકારીએ જણાવ્યું કે સરકારે લોકોને અપીલ કરી છે કે જ્યાં પીએનજી સુવિધા છે, ત્યાં એલપીજી ની જગ્યાએ પીએનજી અપનાવે, આનાથી સપ્લાયનું દબાણ ઓછું થશે અને તે વધુ સુરક્ષિત પણ છે.
તેમણે જણાવ્યું કે એલપીજી કેરિયર નંદાદેવી અને શિવાલિકથી એલપીજી ડિસ્ચાર્જ ચાલી રહ્યું છે. કોઈપણ પોર્ટ પર કોઈ કન્જેશન નથી. મંત્રાલય સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
અમેરિકા-ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઇનો છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે.
આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે જો ગ્રાહકોએ ઈ-કેવાયસી નહીં કરાવ્યું, તો તેમનું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. ઈ-કેવાયસી સંબંધિત આ સમાચારો પછી અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જોકે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ નવો નિયમ નથી. કેવાયસીની જરૂરિયાત ફક્ત તે જ ગ્રાહકોને છે, જેમનું વેરિફિકેશન હજુ સુધી થયું નથી.
મંત્રાલયે કહ્યું હતું કે તેનો હેતુ ફક્ત એટલો જ છે કે વધુને વધુ ગેસ ગ્રાહકો પોતાનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવી લે, જેથી સિસ્ટમમાં છેતરપિંડી ન થાય.
અમેરિકા અને ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઇરાન પર સંયુક્ત હુમલો કર્યો, જેમાં અનેક સૈન્ય અને પરમાણુ ઠેકાણાં નિશાન બન્યા. આ ઓપરેશનમાં સુપ્રીમ લીડર અલી ખામેની સહિત અનેક અધિકારીઓ માર્યા ગયા. અમેરિકાએ તેને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપ્યું.
આ યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ અને પુરવઠો ખોરવાયો. અહીંથી ભારતનો ૮૦-૮૫% એલપીજી આયાત થાય છે. ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ન્ઁય્ આયાતકાર છે અને ૬૦%થી વધુ એલપીજી બહારથી આવે છે.
આના કારણે ભારતમાં એલપીજીની અછત જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ભારત સરકારે લોકોને અફવાઓથી બચવા સતત અપીલ કરી હતી. સરકારે કહ્યું કે દેશમાં ન્ઁય્ અને ઓઇલની કોઈ કમી નથી. હોર્મુઝની સ્ટ્રેટ લગભગ ૧૬૭ કિમી લાંબો જળમાર્ગ છે, જે ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. ઈરાન યુદ્ધને કારણે આ માર્ગ હવે સુરક્ષિત રહ્યો નથી. ખતરાને જોતા કોઈ પણ ઓઇલ ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યા નથી. વિશ્વના કુલ પેટ્રોલિયમનો ૨૦% હિસ્સો અહીંથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઇરાક અને કુવૈત જેવા દેશો પણ તેમની નિકાસ માટે આના પર નિર્ભર છે.
