Western Times News

Gujarati News

‘ધ વોઈસ ઓફ હિન્દ રજબ’ની ભારતમાં રિલીઝ હજુ અદ્ધરતાલ

વિતરકે સેન્સર સર્ટિફિકેશનના મુદ્દાને મુખ્ય કારણ ગણાવ્યું

ફિલ્મને વિતરક મનોજ નંદવાના દ્વારા ભારતની સાથે પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રિલીઝ કરવા માટે ખરીદવામાં આવી હતી

મુંબઈ,વર્ષ ૨૦૨૪માં ઈઝરાયેલી દળો દ્વારા મારી નખાયેલી ૫ વર્ષની પેલેસ્ટિનિયન બાળકીની વાર્તા પર આધારિત ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મ ‘ધ વોઈસ ઓફ હિન્દ રજબ’ ભારતમાં ક્યારે રિલીઝ થશે એ હજુ અદ્ધરતાલ છે, કારણ કે તેના વિતરક હજુ પણ સેન્સર સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યા છે.૯૮મા એકેડેમી એવોડ્‌ર્સમાં ‘શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ‘ની શ્રેણીમાં નામાંકિત થયેલી આ ફિલ્મને વિતરક મનોજ નંદવાના દ્વારા ભારતની સાથે પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રિલીઝ કરવા માટે ખરીદવામાં આવી હતી.

નંદવાનાએ જણાવ્યું હતું કે તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સમક્ષ આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમને તેમાં કંઈપણ વાંધાજનક જણાયું નહોતું. આ સ્ક્રીનિંગ ફેબ્›આરીના અંતમાં યોજાયું હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલની બે દિવસીય રાજ્ય મુલાકાતે હતા.કમિટીએ કહ્યું કે આ ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ છે અને આપણા સંબંધો સારા છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ઈઝરાયેલમાં હતા ત્યારે સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ભારત-ઈઝરાયેલ સંબંધોને કારણે આપણે અહીં ફિલ્મ ચલાવી શકીએ નહીં… અમે સેન્સર બોર્ડ સાથે સ્ક્રીનિંગ કર્યું હતું અને તમે જાણો છો તેમ, જો કોઈ કટ હોય તો તેઓ સૂચવે છે.

પરંતુ આ ફિલ્મમાં કોઈ હિંસા, નગ્નતા કે કોઈ રાજકીય સંવાદો નથી, નંદવાનાએ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ફિલ્મને રિવાઈઝિંગ કમિટી પાસે મોકલવામાં આવી છે. મને ખાતરી નથી કે તેની રચના ક્યારે થશે. ત્યાં સુધીમાં ફિલ્મ જૂની થઈ જશે. જ્યારે તેઓએ મૂળભૂત કારણ આપ્યું હોય કે તેમના મતે આ ફિલ્મ ઈઝરાયેલ વિરુદ્ધ છે, ત્યારે ખોટી આશા રાખવાનો કોઈ અર્થ નથી.નંદવાનાએ જણાવ્યું કે સામાન્ય રીતે જ્યારે ફિલ્મો સેન્સર બોર્ડ માટે સ્ક્રીન કરવામાં આવે છે, ત્યારે સૂચિત કટની યાદી આપવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં ફિલ્મ સંવેદનશીલ હોવાના મૌખિક સંકેત સિવાય આવો કોઈ સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો ન હતો.

આ સમાચાર છપાયા ત્યાં સુધી CBFC અને તેના અધ્યક્ષ પ્રસૂન જોશી તરફથી કોઈ અપડેટ પ્રાપ્ત થયા નહોતા.કાઉથર બેન હાનિયા દ્વારા લિખિત અને નિર્દેશિત, ‘ધ વોઈસ ઓફ હિન્દ રજબ’ હિન્દ રજબની સાચી વાર્તા વર્ણવે છે, જે જાન્યુઆરી ૨૦૨૪માં તેના પરિવાર સાથે ગાઝા શહેર છોડીને ભાગી રહી હતી ત્યારે તેમની કાર પર ઈઝરાયેલી દળોએ ગોળીબાર કર્યાે હતો. આ ફિલ્મમાં હિન્દ રજબનો અસલી અવાજ છે, જેને બચાવી શકાઈ નહોતી. તેનો મૃતદેહ ૧૨ દિવસ પછી તેના સંબંધીઓ અને બે સ્વયંસેવકોના મૃતદેહો સાથે મળી આવ્યો હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.