Western Times News

Gujarati News

LPG અસરઃ ગુજરાતમાં ઘરેલું અને હોટલની ગુજરાતી થાળી પર મોઘવારીનો મોટો ફટકો

(એજન્સી)અમદાવાદ, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો હવે સીધી રીતે મધ્યમ વર્ગના રસોડા સુધી પહોચી ગઈ છે. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝના માર્ગે થતા વેપારમાં અવરોધ અને કુડ ઓઈલના આસમાને પહોચેલા ભાવને કારણે ગુજરાતમાં ઘરેલું અને હોટલની ગુજરાતી થાળી પર મોઘવારીનો મોટો ફટકો પડયો છે.

બ્લુમબર્ગના માર્ગ ર૦ર૬ના તાજેતરમાં અહેવાલ મુજબ એલપીજી એલપીજીની અછત અને વધતા ખર્ચને કારણે થાળીના ભાવમાં અંદાજીત ર૦ ટકાનો તોતીગ વધારો જોવા મળ્યો છે. યુધ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફુડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલર પ્રતી બેરલની સપાટી વટાવીને ૧૦પ ડોલર સુધી પહોચી ગયા છે.ભારત પોતાની જરૂરીયાતનું ૮૦% ફુડ અને લગભગ ત્રણ ચર્તુમાસશ એલપીજી હોર્મુઝના માર્ગે આયાત કરે છી.

જે હાલમાં યુદ્ધગ્રસ્ત ક્ષેત્ર છે. આ કટોકટીની સૌથી મોટી અસર ગેસ સિલીન્ડર પર પડી છે. ૧૪.ર કિલોના ઘરગથ્થુ સિલીન્ડરના ભાવમાં ૭%નો વધારો થતા તે હવે રૂ.૯૧૩ સુધી પહોચ્યો છ.ે બીજી તરફ કોમર્શીયલ સીલીન્ડરના ભાવ જે અગાઉ રૂ.૧,૯૦૦ની આસપાસ હતા તે હવે બ્લેક માર્કેટમાં બમણા કે ત્રણ ગણા ભાવે વેચાઈ રહયા હોવાના અહેવાલો છે.

રેસ્ટોરન્ટ એસોસીએશનના જણાવ્યા મુજબ લગભગ ૮૦% હોટલો ગેસ ઈધણ પર નિર્ભર છે. કોમર્શીયલ ગેસની અછતને કારણે અમદાવાદ અને વડોદરાની અનેક નામાંકીત હોટલોએ પોતાની થાળીના ભાવમાં રૂ.ર૦થી રૂ.પ૦ સુધીનો વધારો ઝીકયો છે. ભાવ વધારાથી બચવા માટે કેટલીક રેસ્ટોરન્ટમાં કાઈસીસ મેનુ અપનાવ્યું છે. જેમાં વાનગીઓની સંખ્યામાં કાપ મુકવામાં આવ્યો છે.

ખાસ કરીને ફરસાણ અને મીઠાઈના વિકલ્પો મર્યાદીત કરી દેવામાં આવ્યા છે. ગુજરાતી થાળીમાં સમાવીષ્ટ રોટલી, દાળ ભાત, શાક અને કઢી જેવી વાનગીઓ, બનાવવા માટે તેલ અને ગેસનો મહત્તમ વપરાશ થાય છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની શાકભાજી પણ મોઘા થયા છે. જેના કારણે ઘરેલું રસોઈ ખર્ચમાં દર મહીને રૂ.ર૦થી રૂ.૩૦ નો સીધો વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.