Western Times News

Gujarati News

ભારત સહિત ૫ મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છેઃઈરાન

નવી દિલ્હી, મડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજોને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મન દેશોના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ જે દેશોને અમે મિત્ર માનીએ છીએ, તેમની વિનંતી પર અમારી સેનાએ સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે.” તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ભારતના બે જહાજો થોડા દિવસો પહેલા જ આ માર્ગ પરથી સુરક્ષિત પસાર થયા હતા. આ ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ પણ ઈરાન સાથે સંપર્ક સાધીને આર્થિક પરિવહન ચાલુ રાખવા માટે તાલમેલ સાધ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઈરાને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ રહી નથી. અરાઘચીએ બેટૂક શબ્દોમાં કહ્યું કે, “બેકચેનલથી સંદેશાની આપ-લે કરવી એ ડિપ્લોમેસી કે વાટાઘાટો નથી. વોશિંગ્ટન અલગ-અલગ માધ્યમોથી સંદેશા મોકલી રહ્યું છે, પરંતુ તેહરાન તેને ઔપચારિક વાર્તા માનતું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા આ સંઘર્ષમાં પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.

ઈરાને પોતાની શક્તિનું પ્રદર્શન કરતા કહ્યું છે કે તેઓ યુદ્ધને લાંબુ ખેંચવા માંગતા નથી, પરંતુ આ સંઘર્ષનો કાયમી અંત માત્ર ઈરાનની શરતો પર જ આવશે. ઈરાનની મુખ્ય શરતોમાં ભવિષ્યમાં હુમલા ન કરવાની ગેરંટી અને યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈનો સમાવેશ થાય છે. હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખીને ઈરાને સાબિત કરી દીધું છે કે વિશ્વના તેલ અને ગેસ સપ્લાયની કમાન તેમના હાથમાં છે.

જ્યારથી અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા અને ભીષણ યુદ્ધ છેડાયું ત્યારથી મિડલ ઈસ્ટમાં તણાવ પ્રસર્યો છે. આ યુદ્ધની અસર અનેક દેશો સુધી પહોંચી છે.

ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોને પસાર થતા અટકાવી દીધી. જેને પગલે વિશ્વભરમાં પેટ્રોલ ડીઝલ, ગેસ અને અન્ય વસ્તુઓ માટે પડકારજનક સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ભારતને રાહત મળે તેવું મોટું નિવેદન આપ્યું છે.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે રણનીતિક રીતે અતિ મહત્વનો એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરાયો નથી. તેમણે ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજોને સુરક્ષિત રસ્તો આપવાનું એલાન પણ કર્યું. અરાઘચીના જણાવ્યાં મુજબ ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાનના જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દેવાયા છે. તેમણે જણાવ્યું કે આ દેશોએ ઈરાનનો સંપર્ક કરીને સુરક્ષિત માર્ગની માંગણી કરી હતી.

ત્યારબાદ સમન્વય દ્વારા તેમને મંજૂરી અપાઈ. હોર્મુઝ ફક્ત દુશ્મન દેશો માટે જ બંધ છે. પરંતુ અન્ય દેશો માટે ખુલ્લો છે. અરાઘચીએ કહ્યું કે અમે યુદ્ધની સ્થિતિમાં છીએ. આથી અમારા દુશ્મનો અને તેમના સહયોગીઓના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ બનતું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.