Western Times News

Gujarati News

૧ એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી

નવી દિલ્હી, હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી ૧ એપ્રિલ ૨૦૨૬થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેÂન્શયલ મેડિસિન્સમાં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે ૦.૬% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં ડબલ્યુપીઆઈમાં (+) ૦.૬૪૯૫૬% નો વાર્ષિક ફેરફાર જોવા મળ્યો છે.

આ વધારો ૧,૦૦૦ થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશે. જેમાં મુખ્યત્વે પેરાસીટામોલ કે જે તાવ અને દુખાવા માટે સૌથી વધુ વપરાતી દવા છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે વપરાતી એઝિથ્રોમાસીન જેવી દવાઓ, એનીમિયા અને વિટામિન્સ લોહીની ઉણપ દૂર કરવાની દવાઓ અને મિનરલ્સ, સ્ટીરોઈડ્‌સ કે જે ગંભીર બીમારીઓ અને શ્વસન સંબંધી સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.

ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ મામૂલી વધારો પૂરતો નથી. ચાલુ ઈરાન યુદ્ધને કારણે દવાઓ બનાવવામાં વપરાતા કાચા માલ અને સોલ્વન્ટ્‌સના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. Âગ્લસરીનની કિંમતમાં ૬૪% નો વધારો થયો છે. આ ઉપરાંત પેરાસીટામોલ એપીઆઈની કિંમતમાં ૨૫% નો વધારો થયો છે.

પેકેજિંગ મટિરિયલ જેવા કે એલ્યુમિનિયમ ફોઈલ અને ઁફઝ્ર ના ભાવ ૪૦% સુધી વધ્યા છે. દવાઓના ઉત્પાદન ખર્ચમાં ૩૦-૩૫% નો વધારો થયો છે, જેની સામે ૦.૬% નો ભાવ વધારો ઉદ્યોગ માટે પૂરતો નથી. અમે આ મુદ્દે દ્ગઁઁછ સમક્ષ રજૂઆત કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.