બાંગ્લાદેશમાં પદ્મા નદીમાં મુસાફરો ભરેલી બસ ખાબકીઃ૨૩ લોકોના મોત
ઢાકા, બાંગ્લાદેશના રાજવાડી જિલ્લામાં પદ્મા નદીમાં મુસાફરો ભરેલી બસ ખબકતા ૨૩ લોકોના મોત થયા છે. રિપોટ્સ અનુસાર, આ ઘટનામાં ઘણાં લોકો ઘાયલ થયા છે અને કેટલાક હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજવાડીથી ઢાકા જઈ રહેલી આ બસમાં આશરે ૪૦ થી ૫૦ લોકો સવાર હતા.
આ દુર્ઘટના બુધવારે સાંજે આશરે ૫ વાગ્યે દૌલતદિયા ફેરી ટર્મિનલ નંબર ૩ પર સર્જાય છે. બસ ફેરી બોટ પર ચડવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યારે બેકાબૂ બનીને પાણીમાં ખાબકી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બસમાં ઘણાં મુસાફરોને ખીંચોખીચ ભરી દેવામાં આવ્યાં હતા.
પોલીસ ઇન્સપેક્ટર રસેલ મુલ્લાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૨૩ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં છે. તેઓએ કહ્યું કે, કેટલાક લોકો હજુ પણ ગાયબ છે. જ્યારે કેટલાક મુસાફરોનું સેસ્ક્્યૂ કરવામાં આવ્યું છે. તેણે કહ્યું કે, રાતના અંધારાના કારણે રેસ્ક્્યૂ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.
પરંતુ સવારે ફરી રેસ્ક્્યુ કામગીરી શરૂ થઈ ચૂકી છે. ફાયર સર્વિસ, નેવી, પોલીસ અને અન્ય ટીમોએ સાથે મળીને બચાવ અભિયાન હાથ ધર્યું છે. તેઓએ રાતે કહ્યું હતુ કે, રાતે અંધારું હોવાના કારણે બચાવ કામગારી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. પરંતુ દિવસે ફરી જોરશોરથી રેસ્ક્્યુ કામગારી શરૂ કરવામાં આવી છે.
રેસ્ક્્યૂ શિપ હમજાએ ૬ કલાક બાદ ડૂબેલી બસને પાણીની બહાર કાઢી. રાતે ૧૧ઃ૧૫ વાગ્યે બસનો કેટલોક ભાગ દેખાઈ રહ્યો હતો અને ૧૧ઃ૩૦ વાગ્યે ક્રેનની મદદથી આખી બસને બહાર ખેંચી લેવામાં આવી હતી.
દુર્ઘટનામાં માંડ માંડ બચેલા મુસાફરોએ જણાવ્યું કે, તેઓ તરતાં તરતાં કિનારે પહોંચ્યા હતા. પરંતુ પત્ની અને બાળકો આંખોની સામે જ પાણીમાં ડૂબી ગયાં, કલુખાની ઉપજિલ્લાના અબ્દુલ અજીજુલે પણ જણાવ્યું કે, તે બસમાં સવાલો હતો અને તરીને બચી ગયો, પરંતુ તેની પત્ની અને દીકરો હજુ ગાયબ છે.
પદ્મા નદી કિનારે દુર્ઘટના સ્થળે પરિવારજનો ટોળે વળ્યાં હતા અને પોતાના સ્વજને શોધવા માટે ફાંફા મારતા જોવા મળ્યાં, આ દ્રશ્યોથી ધ્રૂજાવી મૂકે એવા હતા. તેઓ આશા કરીને બેઠા છે કે, પોતાના સ્વજનોને જીવતા બચાવી લેવામાં આવે.
બચાવ કાર્યમાં ફાયર વિભાગ, નેવી અને પોલીસની ટીમો લાગેલી છે, પરંતુ રાતે દુર્ઘટના સર્જાતા બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બસ સૌહાર્દો પરિવહનની હતી. સ્થાનિક વહીવટી તંત્ર અને રાહત ટીમો ઘટના સ્થળે સક્રિય છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે.SS1MS
