યુદ્ધને કારણે એલપીજી સંકટ વચ્ચે આર્જેન્ટિના ભારતની મદદે આવ્યું
નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઊભું થયું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધને કારણે ભારતની ન્ઁય્ સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, કારણ કે ભારતની ૬૦% ગેસ આયાત આ જ માર્ગે થાય છે.
આ મુશ્કેલ સમયમાં દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટિના ભારત માટે એક મોટા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. ૨૦,૦૦૦ કિલોમીટરનું અંતર હોવા છતાં, આર્જેન્ટિનાએ ભારતની ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે રેકોર્ડબ્રેક મદદ મોકલી છે.
આર્જેન્ટિના અને ભારત વચ્ચેના ઊર્જા સંબંધોમાં આવેલી તેજી આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાય છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં જ આર્જેન્ટિનાએ ભારતને ૫૦,૦૦૦ ટન ન્ઁય્ની નિકાસ કરી છે, જે વર્ષ ૨૦૨૫માં મોકલાયેલા કુલ ૨૨,૦૦૦ ટન કરતા બમણાથી પણ વધુ છે. યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા જ આર્જેન્ટિનાના બાહિયા બ્લાન્કા બંદરથી અંદાજે ૩૯,૦૦૦ ટન ગેસ ભારતીય કિનારે પહોંચી ચૂક્્યો હતો. વધુમાં, ૫ માર્ચના રોજ ૧૧,૦૦૦ ટનનું વધુ એક શિપમેન્ટ ભારત માટે રવાના કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪ પહેલા આર્જેન્ટિનાએ ભારતને ક્્યારેય ન્ઁય્ની સપ્લાય કરી નહોતી.
ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો અગસ્ટિન કૌસિનોએ ભારત સરકારની ઊર્જા વિવિધતા વ્યૂહનીતિના વખાણ કર્યા છે. ભારત હવે માત્ર એક-બે દેશો પર નિર્ભર રહેવાને બદલે ૪૦થી વધુ દેશો સાથે ઊર્જા સપ્લાય નેટવર્ક બનાવી રહ્યું છે.
આર્જેન્ટિના પાસે ગેસનો વિશાળ ભંડાર છે અને તેમની રાષ્ટ્રીય કંપનીના વડાઓએ ગત વર્ષે ભારતની મુલાકાત લઈને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સાથે અનેક બેઠકો કરી હતી. જોકે, આ ભાગીદારીમાં સૌથી મોટો પડકાર ૨૦,૦૦૦ કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ છે, જે પરિવહન ખર્ચ અને સમય વધારે છે, છતાં વર્તમાન સંજોગોમાં આ સહયોગ ભારત માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો છે.
આયાતના નવા વિકલ્પો શોધવાની સાથે ભારત સરકારે ઘરેલું મોરચે પણ મજબૂત પગલાં લીધા છે. હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસ સેક્ટરને રાહત આપવા માટે કોમર્શિયલ ન્ઁય્ના ક્વોટામાં ૨૦%નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘરોમાં રાંધણ ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શન આપવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે. સરકારના આ પ્રયાસોથી યુદ્ધના સમયમાં પણ દેશમાં ઈંધણની તીવ્ર અછત સર્જાય તેવી શક્્યતા ઓછી છે.SS1MS
