ઈરાને અમેરિકાના ફાઈટર જેટ એફ-૧૮ જેટ પર મિસાઈલ છોડી
તેહરાન, ઈરાન અને અમેરિકા વચ્ચે શું ચાલી રહ્યું છે, તેને લઈને દર સેકેન્ડે સસ્પેન્સ વધતું જાય છે. પીસ ટોકની વચ્ચે આકાશમાં અમેરિકાના પાવરફુલ ફાઈટર જેટ પર એટેક કરવામાં આવ્યો છે.
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે તેમણે અમેરિકી સેનાનું એક એફ-૧૮ લડાકૂ વિમાનને હિટ કર્યું છે. ઈરાનની સરકારી ચેનલ પ્રેસ ટીવીએ તેનો વીડિયો પણ જાહેર કરી દીધો છે.
ઈરાનની સરકારી મીડિયા અને આઈઆરજીસીના નિવેદન અનુસાર, અમેરિકી લડાકૂ વિમાન તેની હવાઈ સરહદની નજીક મંડરાઈ રહ્યું હતું. જેને ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે ટ્રેક કરી અને પાડી દીધું. એફ-૧૮ સુપર હોર્નેટ અમેરિકાનું સૌથી આધુનિક અને ઘાતક વિમાનોમાંથી એક છે. અબ્રાહમ લિંકન જેવા વિમાનવાહક જહાજમાંથી ઉડાન ભરે છે.
એફ-૧૮ સુપર હોર્નેટ અમેરિકાનું સૌથી આધુનિક અને વિશ્વાસું લડાકૂ વિમાનમાંથી એક છે. તેના તોડી પાડવું અમેરિકાની સૈન્ય સાખ પર એક મોટો પ્રહાર છે. જો દાવો સાચો નીકળે છે અને વિમાન હિંદ મહાસાગરના પેટાળમાં સમાઈ ગયું છે, તો આ ડોનાલ્ડ ટ્રમ્પ માટે રેડ લાઈન પાર કરવા જેવું હશે. પેંટાગને હજુ સુધી આ વાત પર મૌન છે, પણ સૂત્રોનું કહેવું છે કે અમેરિકી બેડામાં ભારે હલચલ જોવા મળી રહી છે.
હિંદ મહાસાગરમાં થયેલી આ ઘટનાએ ભારતની ચિંતા વધારી દીધી છે. આ એ જ સમુદ્રી રસ્તો છે, જ્યાંથી ભારતનો મોટા ભાગનો વેપાર અને તેલની સપ્લાય થાય છે. જો આ હવાઈ હુમલો અને મિસાઈલ છુટવા લાગી તો કોમર્શિયલ જહાજો માટે આ રસ્તો ડેન્ઝર ઝોન બની શકે છે.SS1MS
