વંદે ભારત ટ્રેનમાં મુસાફરને અપાયેલા દહીંમાં જીવતાં અળસિયાં નીકળ્યાં
રેલવેએ વેન્ડરનો કોન્ટ્રાક્ટ રદ કરી રૂ. ૫૦ લાખનો દંડ ફટકાર્યાે
ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓએ મુસાફરોની માફી માગી હતી અને તેમને ડ્રાયફ્‰ટ મિક્સર અને મીઠાઈ ખાવા આપી હતી.
નવી દિલ્હી,રેલવેને આધુનિક બનાવવા પાછળ વર્ષે કરોડોનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં મુસાફરોને પડતી હાલાકીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. વંદે ભારત ટ્રેનના એક મુસાફરને અપાયેલાં દહીંમાં જીવતા અળસિયા નિકળતાં રેલવે કેટરીંગની ઘોર બેદરકારી સામે આવી છે. પટણા-ટાટાનગર વંદે ભારત એક્સપ્રેસમાં બનેલી આ ઘટનામાં રેલવેએ વેન્ડરનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી કંપનીને રૂ. ૫૦ લાખનો દંડ ફટકાર્યાે છે.
આ ઉપરાંત, આ મામલે બેદરકારીભર્યું વલણ અપનાવવા બદલ રેલવે મંત્રાલયે તેની પોતાની કંપની રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પાેરેશન (આઈઆરસીટીસી)ને પણ રૂ. ૧૦ લાખનો દંડ ફટકારી નવો દાખલો બેસાડ્યો છે.ઘટનાની વિગતો અનુસાર, ૧૫ માર્ચના રોજ વંદેભારતમાં મુસાફરી કરી રહેલાં સાત જણાના એક ગ્‰પને રાત્રિના ભોજનની સાથે જાણીતી બ્રાન્ડનું દહીં પીરસવામાં આવ્યું હતું. આ પેકેટમાંથી એકમાં જીવતાં અળસિયા અને જીવાતો નિકળતાં રિતેશ સિંહ નામના મુસાફરે તરત જ પોતાના એક્સ હેન્ડલ પરથી આઈઆરસીટીસી, રેલવે મંત્રાલય સહિત અન્ય સંબંધિત સત્તાવાળાઓને જાણ કરી હતી.
આ ઘટનાનાં એક્શન ટેકન રિપોર્ટમાં આઈઆરસીટીસીએ નોંધ્યું હતું કે, દહીંના આ પેકેટ્સ પટણાથી લેવાયાં હતાં, જેના ઉત્પાદનની તારીખ ૯ માર્ચ, ૨૦૨૬ હતી જ્યારે એક્સપાયરીની તારીખ ૭ એપ્રિલ, ૨૦૨૬ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓએ મુસાફરોની માફી માગી હતી અને તેમને ડ્રાયફ્‰ટ મિક્સર અને મીઠાઈ ખાવા આપી હતી. અધિકારીઓએ મુસાફરોને સમજાવવાની અને વિડીયો ડીલિટ કરવા અપીલ કરી હતી. જોકે તેઓ આ વિડીયો વાયરલ કરી લોકો સુધી પહોંચાડવા મક્કમ હતાં. આઈઆરસીટીસીની કાર્યવાહીથી નારાજ રેલવે મંત્રાલયે ક્રિષ્ણા એન્ટપ્રાઈઝિસનો કોન્ટ્રાક્ટ રદ કરી દંડની રકમ વધારી રૂ. ૫૦ લાખ કરી હતી.ss1
