Western Times News

Gujarati News

ઇન્ડોનેશિયામાં ૭.૪ ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની ચેતવણી

નવી દિલ્હી, યુએસ જીઓલોજિકલ સર્વે એ જણાવ્યું છે કે ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં ૭.૪ ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.

આ ભૂકંપ બાદ અમેરિકાના મોનિટરિંગ સેન્ટરે ભૂકંપના કેન્દ્રથી ૧,૦૦૦ કિલોમીટર (૬૨૧ માઈલ) ના દાયરામાં જોખમી સુનામી લહેરોની આશંકા વ્યક્ત કરતા હાઈ એલર્ટ જારી કર્યું છે.ેંજીય્જી મુજબ, આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે ૬ઃ૪૮ કલાકે (બુધવારે રાત્રે ૨૨ઃ૪૮ ય્સ્્‌) મોલુક્કા સાગરમાં ૩૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

આ ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હતું. હવાઈ સ્થિત પેસિફિક સુનામી વો‹નગ સેન્ટરે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના કેન્દ્રથી ૧,૦૦૦ કિમીના દાયરામાં જોખમી સુનામી લહેરો ઉઠી શકે છે.ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે શહેરના લોકો જાગી ગયા હતા અને ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા.

એક વ્યક્તિએ જણાવ્યું, “હું તરત જ જાગી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. લોકો ગભરાઈને બહાર ભાગવા લાગ્યા હતા. નજીકમાં જ એક સ્કૂલ છે, ત્યાંના વિદ્યાર્થીઓ પણ જીવ બચાવવા માટે ઝડપથી બહાર મેદાન તરફ દોડ્યા હતા.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.