Western Times News

Gujarati News

મેટ્રોમાં ધુમ્રપાન, ભીખ માગવી ગુનો: 2000 રૂ. દંડ થઈ શકે છે

પ્રતિકાત્મક

મેટ્રોમાં ધુમ્રપાન, ભીખ માગવી ફોજદારી ગુનો નહીં ગણાય

જનવિશ્વાસ બિલ, ર૦ર૬થી આવા નાના ૭૧૭ ગુનામાં જેલ નહીં, પરંતુ માત્ર દંડની જોગવાઈ

(એજન્સી)નવીદિલ્હી, મેટ્રોમાં ધુમ્રપાન રસ્તા પર ગાય દોહવી ટ્રેનમાં ભીખ માગવી બિનજરૂરી હોર્ન વગાડવો જેવા ઓછામાં ઓછા ૭૧૭ નજીવા નિયમ ભંગને હવેફોજદારીની ગુનાના દાયરામાંથી બહાર લાવવા માટે સરકારે એક ક્રાંતિકારી જળ વિશ્વવિશ્વાસ લાવવા માટે સુધારા બીલ ર૦ર૬ સંસદમાં રજુ કર્યું છે.

આવા સામાન્ય નિયમ ભંગ બદલ હવે ધરપકડ કાનુની કાર્યવાહી અને જેલનો સામનો કરવો પડશે નહી પરંતુ તે માટે માત્ર દંડની જોગવાઈઓ કરાઈ છે. આ બીલની જોગવાઈ મુજબ જનતા વેપારીઓને બિનજરૂરી કાનુની બોજ પડશે નહી. ઘણા કિસ્સામાં તો પ્રથમ ચેતવણી આપી છોડી મુકાશે.

હાલના કાયદા મુજબ જો બેક ડુકકર તેના વાડામાંથી બહાર નીકળીને પાડોશીના બગીચાને બગાડે તો ડુકકરના માલીક પર ફોજદારી કેસ દાખલ થાય છ.ે તેને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવે છે. અને સંભવીત રીતે રૂ.૧૦નો દંડ થાય છે. આ કાયદો છેક ૧૮૭૧નો છે.

હાલમાં નવી દિલ્હી મ્યુનિસીપલ કાઉન્સીલ એકટ હેઠળ કોઈ વ્યકિત દિવાલ પર પેશાબ કરે તો તે ફોજદારી ગુનો બને છે. વધુમાં મેટ્રો ટ્રેનના ડબ્બામાં ધુમ્રપાન કરવામાં આવે છે. તો તે પણ ફોજદારી ગુનો બને છે. અને તેના માટે દંડની રકમ રૂ.ર.પ૦ છે. જેમાં ૧૯૮૦થી કોઈ સુધારો કરાયો નથી.

કેન્દ્રીય વાણીજય અને ઉધોગ મંત્રાલયે લોકસભામાં રજુ બિલમાં ૮૦ કાયદાઓના ઓછામાં ઓછા ૭૧૭ નાના ઉલ્લંઘનને ગુનાહીત શ્રેણીમાંથી બહાર કરવાની જોગવાઈ છે.

તેનાથી આવા ગુનામાં જેલ કે કોર્ટમાં કાર્યવાહી નહી થાય. પરંતુ સામાન્ય દંડ થશે ઘણા કિસ્સામાં પ્રથમ ચેતવણી અપાશે. દેશભરની મેટ્રો રેલવેને લાગુ પડતો હાલનો કલકતા મેટ્રો રેલવે ઓપરેશન અને જાળવણી કામચલાઉ જોગવાઈઓ ધારા ૧૯૮પ મુજબ કોઈપણ ડબ્બો ગાડી અથવા ભુગર્ભ સ્ટેશનમાં ધુમ્રપાન કરવું  એ ફોજદારી ગુનો છે. જેમાં મહત્તમ રૂ.રપ૦ દંડ થાય છે. નવા બિલ મુજબ દંડની રકમ વધારીને રૂ.ર,૦૦૦ કરાઈ છે. પરંતુ તે ફોજદારી ગુનો રહેશે નહી. જો દંડ ન ચુકવે તો જ મામલો કોર્ટમાં જશે.

હાલન મોટર વ્હીકલ ધારા મુજબ બિનજરૂરી રીતે અથવા સતત હોર્ન વગાડવો અથવા નિયુકત સાયલન્સ ઝોનમાં હોર્ન વગાડવો જેવો નિયમભંગ પહેલી વારથી જ ફોજદારી ગુનો ગણાય છે. જોકે નવા બિલ મુજબ આવા પ્રથમ ગુના માટે નિર્ધારીત ફોર્મેટમાં ફકત રેકોર્ડ કરેલી ચેતવણી મળશે. બીજા ઉલ્લંઘનની રૂ.૧,૦૦૦થી રૂ.ર,૦૦૦ સુધીનો દંડ લાગુ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.