9 વર્ષના હતા ત્યારે પિતા ગુમાવ્યાઃ 10 વર્ષે ભાઈ-બહેનનું પેટ ભરવા ગાવાનું શરૂ કર્યુ
ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન-૧૯૬૦માં, આ લગ્ન તૂટી ગયા. તે બે બાળકો સાથે પરત ફરી અને ત્યારે તે ત્રીજા બાળકની માતા બનવાની તૈયારીમાં હતા.
મુંબઈ, હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મÂલ્લકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે.
જ્યારે તેઓ ૯ વર્ષના હતા, ત્યારે તેના પિતાનું અવસાન થયું. પરિવાર પાસે પૈસા નહોતા. પોતાના ભાઈ-બહેનોનું પેટ ભરવા માટે તેણે ૧૦ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું.
10 evergreen songs of asha bhosle 🤍#AshaBhosle pic.twitter.com/O6o1vg5rk2
— Nastik Rahul (@nastikrahul22) April 12, 2026
૧૬ વર્ષની ઉંમરે, તે પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્નબંધનમાં બંધાઈ. તેની બહેન લતાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેના પરિવારે તેનો ત્યાગ કર્યો. તે લગ્ન અત્યાચારથી ભરેલા હતા. ૧૯૬૦માં, આ લગ્ન તૂટી ગયા. તે બે બાળકો સાથે પરત ફરી અને ત્યારે તે ત્રીજા બાળકની માતા બનવાની તૈયારીમાં હતી. અને તેણે ત્રણ બાળકોનું પેટ ભરવાનું હતું. તેણે ફરીથી ગાવાનું શરૂ કર્યું.
કોઈ તેને કામ આપવા માંગતું નહોતું. ૧૯૫૦ના દાયકામાં, તેને માત્ર એવા જ ગીતો મળતા જે લતા, ગીતા દત્ત અને શમશાદ બેગમે નકારી દીધા હોય. ખલનાયિકાઓ માટેના ગીતો. કેબરે ડાન્સના ગીતો. ‘C’ ગ્રેડની ફિલ્મોના ગીતો.
પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ જણાવ્યું છે કે તેમના અંતિમ દર્શન લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાને થશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, મારી માતાનું આજે અવસાન થયું છે. લોકો સોમવારે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે લોઅર પરેલ સ્થિત કાસા ગ્રાન્ડે માં તેમના અંતિમ દર્શન કરી શકે છે, જ્યાં તેઓ રહેતા હતા.

તેમના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે.તેમના મોટા બહેન, ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પણ ૨૦૨૨માં શિવાજી પાર્કમાં જ કરવામાં આવ્યા હતા. આશા ભોસલેના નિધન પર ડો. પ્રતીત સમદાનીએ જણાવ્યું, આ ખૂબ જ દુઃખદ છે કે આશા ભોસલેજીનું રવિવારે નિધન થયું. તેમને ઘણી તબીબી સમસ્યાઓ હતી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું.
તેમણે વધુમાં કહ્યું કે, અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર (શરીરના વિવિધ પ્રકારના અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે. તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્્યારેય પૂરી શકાય તેમ નથી.
નોંધનિય છે કે, આજે સવારે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ઠ (અગાઉનું Âટ્વટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું – આશા ભોસલે જીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ ચિંતા થઈ. તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.
આશા ભોસલેનું નામ બોલિવૂડની સૌથી મહાન અને દિગ્ગજ ગાયિકાઓમાં ગણાય છે. ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ ના રોજ જન્મેલા આશાજીએ પોતાની શાનદાર કારકિર્દીમાં ૨૦ થી વધુ ભાષાઓમાં ૧૨,૦૦૦ થી વધુ ગીતો ગાયા છે. સંગીતના ઈતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ તેમના જ નામે છે. ભારતનાં બુલબુલ અને ફિલ્મ જગતની સુપરસ્ટાર ગણાતા સ્વરકોકિલા લતા મંગેશકર તેમના મોટા બહેન છે.
આશાજીએ પોતાના સુમધુર અવાજ અને અનોખી અદાથી દાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર એકચક્રી રાજ કર્યું છે અને આજે ૭૦ થી વધુ વર્ષોથી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. આશાજીની મ્યુઝિકલ જર્નીની શરૂઆત વર્ષ ૧૯૪૮ માં આવેલી ફિલ્મ ચુનરિયા ના ગીત સાવન આયા હૈ થી થઈ હતી.
