અમેરિકાએ અરબ સાગરમાં ઉતાર્યા જંગી જહાજો, ઓઈલ અંગે ચિંતા વધી
ટ્રમ્પનું ‘બ્રહ્માસ્ત્ર’, 844 ફૂટ લંબાઈ, 50000 ટન વજન… કેટલું શક્તિશાળી છે USS Tripoli, જે ઈરાન પર કરશે જમીની હુમલો?
(એજન્સી)નવી દિલ્હી, ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન બ્લોકેડ’ શરૂ કરી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના ૧૫થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે.
આ નાકાબંધીમાં અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ્સ હ્લ-૩૫મ્ આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, USS ત્રિપોલી ને ખાસ કરીને હવાઈ હુમલા અને નાકાબંધી માટે અરબ સાગરમાં ઉતારવામાં આવ્યું છે.
આ જહાજ પરથી ૨૦થી વધુ હ્લ-૩૫મ્ જેટ્સ ઉડાન ભરી શકે છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર ઈરાનના બંદરો સાથે જોડાયેલા જહાજોને જ રોકશે, જ્યારે અન્ય દેશોના જહાજો માટે હોર્મુઝનો રસ્તો ખુલ્લો રહેશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાની નેવીની મજાક ઉડાવતા લખ્યું કે, ઈરાનની નેવીના ૧૫૮ જહાજો પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્્યા છે. જો ઈરાનની નાની ફાસ્ટ એટેક બોટ પણ અમારા જહાજોની નજીક આવવાની હિંમત કરશે, તો અમે તેમને ડ્રગ માફિયાઓની જેમ જડમૂળથી ખતમ કરી દઈશું. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે આરપારના મૂડમાં છે.
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલી અમેરિકા-ઈરાન વચ્ચેની મંત્રણા કોઈ પરિણામ વગર પૂરી થઈ છે, જેને કારણે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
