Western Times News

Gujarati News

ભારતને ફાઈટર જેટની ટેકનોલોજી આપવા રશિયા તૈયાર

પ્રતિકાત્મક

(એજન્સી) નવી દિલ્હી, ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે.

ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ જી-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.

પુતિનની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય વાયુસેનાના ભાથામાં એક પણ ૫ંર-ગ્રેડનું સ્ટીલ્થ વિમાન નથી. બીજી તરફ, પાકિસ્તાન ટૂંક સમયમાં જ ચીન પાસેથી અત્યંત આધુનિક શેનયાંગ ત્ન-૩૫છઈ સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવાનું હોવાની આશંકાઓ છે. ભારતનું પોતાનું સ્વદેશી ફિફ્થ જનરેશન જેટ અત્યારે ડેવલપમેન્ટ હેઠળ છે, પરંતુ તે વર્ષ ૨૦૩૦ના દાયકાની મધ્યમાં સેનામાં સામેલ થાય તેવી અપેક્ષા છે. આ સ્થિતિમાં વાયુસેના આ ગેપને પૂરવા માટે ફાઇટર જેટની શોધમાં છે.

પુતિને કહ્યું કે, અમે ભારતને આ એરક્રાફ્ટ સપ્લાય કરવા અને તેને સતત વિકસિત કરવા માટે તૈયાર છીએ. અમારી સામે એવી કોઈ અડચણ નથી. આ જ વાત એર ડિફેન્સ સિસ્ટમ્સને પણ લાગુ પડે છે.

વ્લાદિમિર પુતિને જણાવ્યું કે રશિયાએ વર્ષ ૨૦૧૮ની આસપાસ પણ ભારતને જી-૫૭ જેટ સંયુક્ત રીતે બનાવવાની ઓફર આપી હતી, જેને તે સમયે ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ ભારતે તે સમયે આ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લીધી હતી. પુતિને કહ્યું કે, એક સમયે, અમે અમારા ભારતીય મિત્રોને આ ટેક્નોલોજી પર સાથે કામ કરવાનો પ્રસ્તાવ મૂક્્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.