Western Times News

Gujarati News

ટોમ ક્રૂઝના સહ-કલાકાર જેમ્સ હેન્ડીની હત્યા કરી

ગર્લફ્રેન્ડનો પુત્ર ખૂની નીકળ્યો

જેમ્સ હેન્ડી એક જાણીતા હોલીવુડ સહ-કલાકાર હતા. તેઓ અસંખ્ય બ્લોકબસ્ટર ફિલ્મો અને ટીવી શોમાં દેખાયા હતા

મુંબઈ, “ટોપ ગન મેવેરિક” ના અભિનેતા જેમ્સ હેન્ડીની કેલિફોર્નિયામાં તેમના ઘરની બહાર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તે ૮૧ વર્ષનો હતો. આ દુઃખદ ઘટનાએ હોલીવુડને આઘાત પહોંચાડ્યો છે.હોલીવુડ અભિનેતા અને ટોમ ક્રૂઝના સહ-કલાકાર જેમ્સ હેન્ડીની હત્યાની ઘટના માટેનો આરોપ તેની ગર્લફ્રેન્ડના પુત્ર પર મૂકવામાં આવ્યો છે, તેણે સનસનાટી મચાવી દીધી છે.

આરોપીએ પોતે પોલીસને ફોન કરીને કહ્યું કે તેણે એક “પાપી” ની હત્યા કરી છે.આ ઘટના બુધવાર, ૩ જૂનના રોજ બની હતી. લોસ એન્જલસ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ૯૧૧ પર ફોન કરીને પોલીસને તેના ગુનાની જાણ કરી હતી. આરોપીની ઓળખ માઈકલ ગ્લેડહિલ (૪૪) તરીકે થઈ છે, જે જેમ્સ હેન્ડીની ગર્લફ્રેન્ડનો પુત્ર છે. ફોન પર, આરોપીએ પોલીસને કહ્યું, “મેં હમણાં જ એક પાપીને મારી નાખ્યો.”જ્યારે પોલીસ જેમ્સ હેન્ડીના ઘરે પહોંચી, ત્યારે તે આગળના આંગણામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને છાતીમાં છરાના ઘા વાગ્યા હતા.

તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો અને રહેવાસીઓની પૂછપરછ કરી હતી.આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, અને તેમના જામીન ઇં ૨ મિલિયન રાખવામાં આવ્યા હતા.જેમ્સ હેન્ડીની શાનદાર ફિલ્મ કારકિર્દીજેમ્સ હેન્ડી એક જાણીતા હોલીવુડ સહ-કલાકાર હતા. તેઓ અસંખ્ય બ્લોકબસ્ટર ફિલ્મો અને ટીવી શોમાં દેખાયા હતા. તેમની સૌથી પ્રખ્યાત કૃતિઓમાં “જુમાનજી,” “અનબ્રેકેબલ,” “લોગન,” “એનવાયપીડી બ્લુ,” અને “ક્રિમિનલ માઇન્ડ્‌સ” સામેલ છે. તેઓ છેલ્લે ૨૦૨૩ ની બ્લોકબસ્ટર “ટોપ ગનઃ મેવેરિક” માં દેખાયા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.