Western Times News

Gujarati News

હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની ધરપકડ

પોલીસે યુવકની અટકાયત કરી

યુવક પાસેથી બે આધારકાર્ડ મળ્યા, એકમાં હિન્દુ જ્યારે બીજામાં મુસ્લિમ નામ, આઠ વખત સુધારા કરાવ્યા હતા ઃ પોલીસ

જબલપુર,મધ્ય પ્રદેશના જબલપુરમાં હિન્દુ નામ રાખીને એક મુસ્લિમ યુવક ડોક્ટર બની બેઠો હતો, કેટલાક સંગઠનોએ આ યુવકને પકડીને પોલીસને સોંપ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે આ યુવક હિન્દુ નામ રાખીને યુવતીઓને ફસાવી રહ્યો હતો. સૈયદ ઇશાક અસરાર નામનો આ યુવક પોતાનો રાજકુમાર તરીકે ઓળખાવતો અને હિન્દુ યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો.જબલપુરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના લોકો દ્વારા એક મુસ્લિમ યુવકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી રાકેશ કુમારનો દાવો છે કે આ યુવકનું અસલી નામ સૈયદ ઇશાક અસરાર છે તે પોતાનો રાજકુમાર બતાવીને હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક કરતો હતો. લોકોને પોતે ડેન્ટિસ્ટ હોવાનું જણાવતો હતો, તે અગાઉ બે હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરીને તેને છોડી પણ ચુક્યો છે. વધુ એક હિન્દુ યુવતી સાથે તે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો જોકે તે પહેલા જ તેને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

સંગઠનોનો દાવો છે કે આરોપી પાસે બનાવટી દસ્તાવેજો પણ છે, પોતાના આધાર કાર્ડમાં તે આઠ વખત ફેરફારો કરાવી ચુક્યો છે. જોકે આધાર કાર્ડ અને વોટર આઇડીમાં તેનું નામ રાજકુમાર અને પિતાનું નામ રાજેન્દ્ર કુમાર છે. જ્યારે બીજી તરફ મદન મહલ પોલીસ સ્ટેશનના પીએસઓ ધીરજ રાજે જણાવ્યું હતું કે પકડાયેલ વ્યક્તિ એક ડેન્ટલ ક્લીનિકનો ડોક્ટર છે, તેની પાસેથી બે આધાર કાર્ડ મળી આવ્યા છે, જેમાંથી એક આધાર કાર્ડમાં તેનું નામ રાજકુમાર જ્યારે બીજા આધાર કાર્ડમાં તેનું નામ સલમાન લખેલુ છે. ખરેખર આ યુવકનું ઓરિજિનલ નામ શું છે તેની હવે તપાસ કરવામાં આવી રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.