ભારત-પાકિસ્તાન વચ્ચે ‘ગુપ્ત બેઠક’ના અહેવાલોથી ખળભળાટ! જાણો કોલંબોની હોટલમાં કોણ-કોણ રહ્યું હાજર?
-
શ્રીલંકાની હોટલમાં ભારત-પાકિસ્તાનની ગુપ્ત બેઠક? પૂર્વ આર્મી ચીફ નરવણે અને રામ માધવની હાજરીથી ચર્ચા ગરમ, જાણો સત્ય
-
કોલંબોમાં ભારત-પાક વચ્ચે ખાનગીમાં શું રંધાયું? આતંકવાદ અને સરહદ મુદ્દે 2 દિવસ ચાલી ગુપ્ત ચર્ચા, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
(એજન્સી)કોલંબો, છેલ્લા કેટલાક દિવસોથી અસંખ્ય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક અનૌપચારિક બેઠક યોજાઈ હતી. આ અંગે ભારત સરકારે કહ્યું કે તેમાં કંઈ નવું નથી અને તેમાં કંઈ સત્તાવાર નથી.
આ પ્રકારની અનૌપચારિક વાતચીતને ‘ટ્રેક-ૈંં ડાયલોગ’ કહેવામાં આવે છે, જેમાં સરકારથી અલગ જેમ કે નિવૃત્ત અધિકારીઓ, વૈજ્ઞાનિકો અથવા અન્ય લોકો સામેલ થાય છે જેથી કરીને કોઈ પણ રાજકીય દબાણ વગર બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવાના રસ્તાઓ શોધી શકાય.
વિદેશ સચિવે કહ્યું, ‘હું પાકિસ્તાન સરકાર વતી તો કંઈ કહી શકું નહીં, પરંતુ ભારત સરકારની વાત કરીએ તો આ પ્રવાસોમાં કોઈ સત્તાવાર ભાગીદારી, સમર્થન કે સામેલગીરી નથી. ભારતમાંથી જે પણ લોકો આ કાર્યક્રમોમાં ભાગ લે છે- ભલે તે નિવૃત્ત રાજદ્વારીઓ હોય, નિવૃત્ત લશ્કરી અધિકારીઓ હોય કે સિવિલ સોસાયટીના સભ્યો હોય, તેઓ પોતાની વાત રાખે છે અને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે.
તેઓ કોઈપણ રીતે ભારત સરકારના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતા નથી અને ન તો કરી શકે છે. અમે વાસ્તવમાં આ કાર્યક્રમો પર કોઈ ધ્યાન આપતા નથી. અમારી નજરમાં આનું કોઈ ખાસ મહત્વ નથી.
ખાનગી ચેનલનારિપોર્ટ મુજબ કોલંબોની એક હોટલમાં આશરે બે દિવસ સુધી ચાલેલી આ વાતચીતમાં ભારત તરફથી પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે, ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ રામ માધવ અને પૂર્વ રાજદ્વારી રુચિ ઘનશ્યામ સામેલ થયા હતા.
પાકિસ્તાન તરફથી ત્યાંના વિદેશ મંત્રાલયના અધિકારી સજ્જાદ હૈદર ખાન, પૂર્વ રાજદૂત શેરી રહેમાન અને નિવૃત્ત મેજર જનરલ ઈસફંદિયાર અલી ખાન પટૌડી હાજર હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠકમાં સરહદ પારના આતંકવાદ, પાણીની વહેંચણી અને ભવિષ્યમાં લશ્કરી મુકાબલો રોકવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
