Western Times News

Gujarati News

ઐસે ના મુઝે તુમ દેખોઃ દેવઆનંદ અને ઝિન્નત અમાનની સફળ જોડી

દેવઆનંદની કારકિર્દી અને ફિલ્મોથી ચાર પેઢીઓ પરિચિત

ફિલ્મ આવી તે અગાઉનો દેશનો માહોલ ૧૯૬૭ના જનરલ ઈલેકશન પછી અજંપાભરી પરિસ્થિતિવાળો હતો

મુંબઈ, આનંદની કારકિર્દી અને ફિલ્મોથી ચાર પેઢીઓ પરિચિત છે. તેમની ૧૧૫થી વધુ ફિલ્મોમાં ગાઈડ ફિલ્મ સર્વાધિક સફળ રહી હતી. અંગ્રેજી ફિલ્મ GUIDE ફલોપ જવા છતાં અને હિન્દી ગાઈડ માટે મૂળ લેખક આર કે નારાયણની ભારે નારાજગી હોવા છતાં ફિલ્મે અસાધારણ લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૪૬થી ૨૦૧૧ એમ સાત દાયકા સુધી ફિલ્મોમાં અભિનય કરનાર દેવઆનંદ ૨૧મી સદીમાં એક દંતકથા સમાન બની ગયા છે.

આવી જ લોકપ્રિયતામાં દેવઆનંદની અત્યંત સફળ ફિલ્મ તરીકે બીજા નંબરે ”હરે રામા, હરે કૃષ્ણા” હતી. ફિલ્મ આવી તે અગાઉનો દેશનો માહોલ ૧૯૬૭ના જનરલ ઈલેકશન પછી અજંપાભરી પરિસ્થિતિવાળો હતો. કોન્ગ્રેસ પક્ષમાં આંતરિક પડકારોની સમાજજીવન પર અસર થતી જોવા મળી હતી. મોંઘવારી વધી રહી હતી અને અનેક હતાશ બેકાર યુવાનો દુઃખ છૂપાવવા ગાંજાના રવાડે ચડ્યા હતા. અમેરિકામાં બીટલ્સનાં નૃત્યો ધૂમ મચાવતાં હતાં અને અમેરિકાના તત્કાલીન પ્રમુખ લિન્ડન જ્હોન્સન વિયેટનામ યુદ્ધના કળણમાં ડૂબી રહ્યા હતા ત્યારે ૧૯૭૦માં આ ફિલ્મ યુવાનોની હતાશા અને બરબાદી દર્શાવવામાં સફળ રહી હતી.

આ વ્યથાને ફિલ્મના પડદે દેવઆનંદે ઉતારી એક તદ્દન નવી જ હીરોઇન ઝિન્નત અમાન પર દાવ લગાવીને અને એમાં પણ ફિલ્મમાં એના ભાઈ બનીને, which was very unusual, છતાં જોડી જામી ગઈ. પછીનાં આઠ વર્ષાેમાં આ બન્ને કલાકારોએ આઠ ફિલ્મો કરી ડંકો બજાવી દીધો હતો. આ બધી જ ફિલ્મો વાર્તાની દૃષ્ટિએ નવીનતાથી ભરપૂર હતી, સંગીત પણ સારું હતું અને દરેક ફિલ્મનું એકાદ ગીત તો તમારે ગણગણવું જ પડે એવો જમાનો હતો. દેવ આનંદ અને ઝિન્નત અમાનની આ તમામ પ્રખ્યાત ફિલ્મોની ટૂંકી અને રસપ્રદ વાર્તાઓ નીચે મુજબ છેઃહરે રામા હરે ક્રિષ્ણા (૧૯૭૧)ઃ આ વાર્તા એક ભાઈ-બહેનની છે. પ્રશાંત (દેવ આનંદ) તેની નાની બહેન જસબીર (ઝિન્નત અમાન) ને શોધવા નેપાળના કાઠમંડુ આવે છે.

માતા-પિતાના છૂટાછેડાને કારણે નાનપણમાં બંને અલગ થઈ ગયાં હતાં. જસબીર હવે પોતાનું નામ ‘જેનિસ’ રાખીને હિપ્પીઓના ગ્›પમાં ડ્રગ્સની આદિ બની ગઈ હોય છે. પ્રશાંત તેને આ નરકમાંથી બહાર કાઢવા અને તેની યાદશક્તિ પાછી લાવવા માટે સંઘર્ષ કરે છે, પરંતુ અંત ખૂબ જ કરુણ હોય છે. આ ફિલ્મનું અતિ લોકપ્રિય ગીત “દમ મારો દમ” હતું, જે આશા ભોંસલેએ ગાયું હતું. આ એક આઇકોનિક ગીત છે, જેના પછી ગાયકીની ભાષામાં મૂળભૂત બદલાવ આવ્યો હતો.

હીરા પન્ના (૧૯૭૩) ઃ હીરા (દેવ આનંદ) એક પ્રખ્યાત ફોટોગ્રાફર છે, જે પોતાની પ્રેમિકાના અવસાન પછી ખુબ જ ઉદાસ રહે છે. તેની મુલાકાત પન્ના (ઝિન્નત અમાન) સાથે થાય છે, જે એક મોંઘો હીરો ચોરી કરીને હીરાની ગાડીમાં છુપાવી દે છે. હીરાને આ વાતની ખબર પડતાં જ તે પન્નાને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડે છે, પણ ચોરીના આ કેસમાં વિલનો સામે લડતાં લડતાં વાર્તામાં મોટો વળાંક આવે છે.

આ ફિલ્મમા “પન્ના કી તમન્ના હૈ કિ હીરા મુઝે મિલ જાએ” કિશોરકુમાર અને લતા મંગેશકરે ગાયેલું અત્યંત લોકપ્રિય ગીત છે.યાદોં કી બારાત (૧૯૭૩) ઃ આ ફિલ્મ મુખ્યત્વે ત્રણ ભાઈઓની છે જેઓ નાનપણમાં વિલન શાકા દ્વારા પિતાની હત્યા બાદ અલગ થઈ જાય છે. વર્ષાે પછી, તેઓ એક ગીત (“યાદોં કી બારાત”) ના માધ્યમથી ફરી ભેગા થાય છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.