ભારતના સૌથી મોટા અણુમથકની ફાઇલો વેબ પર લીક થતાં સંકટ
FILE PHOTO: Police patrol on a beach near Kudankulam nuclear power project in the southern Indian state of Tamil Nadu September 12, 2012. REUTERS/Adnan Abidi/File Photo
હુમલો મેલ સર્વર પર થયો હતો
તમિલનાડુમાં આવેલું આ પરમાણુ ઉર્જામથક દેશનું સૌથી મોટું ઉર્જામથક મનાય છે. તેની ક્ષમતા ૬ હજાર મેગાવોટ હોવાની મનાય છે
નવી દિલ્હી,એક રેન્સમવેર ગ્રુપે ભારતના સૌથી મોટા પરમાણુ ઉર્જામથક કુડનકુલમ સાથે જોડાયેલી હજારો ફાઇલો જારી કરી દીધી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેના લીધે પ્લાન્ટની સુરક્ષાને લઈને ગંભીર ભય સર્જાઈ શકે છે. આ અંગ સીનિયર એટમિક સાયન્ટિસ્ટે જણાવ્યું હતું કે આ ડેટા જાહેર થવાથી સુરક્ષા સામે કોઈ ભય નથી. તેની સાથે તેમણે પરમાણુ મથકની સુરક્ષા સામેના ભયને ફગાવી દીધો હતો.ેએનપીસીઆઈએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ વીએ જણાવ્યું હતું કે આ ડેટામાં પ્લાન્ટની સર્વિસ સિસ્ટમની માહિતી જ મળી છે, જે જાહેરમાં ઉપલબ્ધ પણ છે.
તેને પરમાણુ સલામતી અને સુરક્ષા સાથે કોઈ સંબંધ નથી.સરકારી માલિકીની ન્યુક્લિયર પાવર કોર્પાેરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઈએલ) દેશમાં પરમાણુ મથકોના બાંધકામથી લઈને તેની જાળવણી માટે એકમાત્ર જવાબદાર સંસ્થા છે. રેન્સમવેર ગુÙપ વર્લ્ડ લીક્સે ડાર્ક વેબ પર કુડનકુલમ પરમાણુ મથક અંગેની ફાઇલ પોસ્ટ કરી હોવાનું રોઇટર્સે અગાઉ જણાવ્યું હતું. તેમા પરમાણુ મથકોની બ્લ્યુ પ્રિન્ટના પાટ્ર્સ અને સપ્લાયરોની વિગત હતી. તમિલનાડુમાં આવેલું આ પરમાણુ ઉર્જામથક દેશનું સૌથી મોટું ઉર્જામથક મનાય છે. તેની ક્ષમતા ૬ હજાર મેગાવોટ હોવાની મનાય છે.
અહેવાલમાં પ્લાન્ટના કોન્ટ્રાક્ટરને ટાંકીને જણાવાયું હતુ કે દેશમાં થર્ડ પાર્ટી ડેટા સેન્ટર પર સર્વર ડેટા રાખવામાં આવે છે તેમા ક્યાંક કોઈ સ્થળે ડેટા સિક્યોરિટીનો ભંગ થયો છે. જો કે તેણે સ્પષ્ટતા કરી ન હતી કે કયા પ્રકારના ડેટાની સિક્યોરિટીનો ભંગ થયો છે. આ હુમલો ૨૯ મેના રોજ મેલ સર્વર પર થયો હતો.અહેવાલે જણાવ્યું હતું કે લીક થયેલા દસ્તાવેજોમાં કેટલીક બ્લ્યુ પ્રિન્ટ્સ, સપ્લાયર ડિટેલ્સ, ઇન્સ્પેકશન રેકોડ્ર્સ અને ઇક્વિપમેન્ટ રીવ્યુઝનો સમાવેશ થાય છે. જો કે તેમા સ્વીકારાયું હતું કે તેની પ્રમાણભૂતતાની ખાતરી થઈ શકે તેમ નથી. જો કે તેમા ન્યુક્લિયર સિસ્ટમની કોર સિસ્ટમની ડિઝાઇન સામેલ નથી, ેજેને રશિયાની સરકારી કંપની રોસાટોમ સપ્લાય કરે છે.
આ ડેટા ચોરી કરનારાઓ પાસે પરમાણુ મથકની કોર સિસ્ટમની ડિઝાઇન આવી નથી, જેને રશિયાની સરકારી કંપની રોસાટોમ સપ્લાય કરે છે. આ લીક પાછળ વિશ્વનું રેન્સમવેર ગુÙપ વર્લ્ડ લીક હોવાનું મનાય છે. તે જો કંપની ચૂકવણીનો ઇન્કાર કરે તો તેનો ચોરાયેલા કોર્પાેરેટ ડેટા વેબ પર મૂકવા માટે કુખ્યાત છે. કુંડનકુલમ પ્લાન્ટ પર બીજી વખત આ પ્રકારનો હુમલો થયો છે. આ પહેલા ૨૦૧૯માં આ પ્રકારનો રેન્સમવેર એટેક થયો હતો. જો કે તેમા કમ્પ્યુટરમાં મેલવેર રિપોર્ટ થયા હતા, પરંતુ પ્લાન્ટની સિસ્ટમને કશું થયું ન હતું.
