Western Times News

Gujarati News

ભરૂચના બોરભાઠા ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

પ્રતિકાત્મક

દોઢ મહિનામાં ત્રીજો કિસ્સો

હાંસોટ અને સંજાલીની ઘટનાઓ હજુ તાજી છે ત્યાં વધુ એક પાપ પ્રકાશમાં આવ્યું ઃ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

અંકલેશ્વર, માનવતાને શર્મસાર કરતી અને હૈયું હચમચાવી દેતી વધુ એક ઘટના ભરૂચ પંથકમાં સામે આવી છે. ભરૂચ નજીક આવેલા બોરભાઠા ગામ પાસેના રોડ પરથી આજે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કચરાના ઢગલા પાસે ફેંકી દેવાયેલા આ અવાજ વગરના માસૂમના લોહીલુહાણ કિસ્સાએ પંથકના લોકોને હચમચાવી દીધા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બોરભાઠા ગામ પાસે પસાર થતા રોડ નજીક કચરાના ઢગલામાં એક નવજાત શિશુનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનોને થઈ હતી.

કાળજું કંપાવી દે તેવા આ દૃશ્ય જોતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જ ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નવજાત શિશુના મૃતદેહને પોતાના કબજામાં લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને અજાણી જનેતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.