Western Times News

Gujarati News

 ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સુફીસંત ની ગુસ્તાખી કરનાર ટીવી એન્કર સામે પગલાં ભરવા માંગ..

અજમેરના સુફી સંત ખ્વાજા ગરીબ નવાઝ ( મોઈનુદીન ચિસ્તી ૨.અ ) ની શાનમાં ગુસ્તાકી કરનાર સામે કડક પગલા ભરવા ખેડા જિલ્લા કલેક્ટરને આશિકાને રજા એકેડમી વકફ નડિયાદ દ્વારા આવેદનપત્ર આપી માંગણી કરી છે . ખેડા જિલ્લા કલેક્ટરને અપાયેલા ના આવેદનપત્રમાં જણાવ્યું છે કે કોમી ભાઈચારાના પ્રતીક અને સમગ્ર ભારતના આસ્થાના પ્રતીક એવા મહાન સુફી સંત ખ્વાજા ગરીબ નવાઝ સામે ન્યુઝ ૧૮ ની એન્કર અમીષ દેવગન અને તેમની ટીમે જ શબ્દો ઉચ્ચાર્યા છે .

તે શબ્દો હિન અને સુફીસંત જેવી મહાન વ્યક્તિને ગુસ્તાકી સમાન છે . હાલમાં ભારત દેશ કોરોના મહામારીથી સામનો કરી રહ્યો છે . ત્યારે દેશની એક્તા ભાગ્ધારાની જરૂર છે . તેવા સમયમાં અમીશ  દેવગન ની આ વાણી સર્વ ધર્મના ખ્વાજા સાહેબના અકતમંદોને સદમામાં નાખી દીધાં છે . દેશની એકતાને તોડવાનો આયોજન બંધ પ્રયાસ છે . આવા શબ્દોનું ઉચ્ચારણા કરી ટીવી ચેનલના એન્કરે જાણી જોઈને આવા શબ્દો ઉચ્ચારીયા છે . માટે અમીશ દેવગન અને ટીમ સામે ભારતીય ફોજદારીની ધારાની કલમ ૧૨૪ ( એ ) , ૧૫૩ ( ગ ) , ૧૧૪ , ૧૨૦ બી અને ઈન્ફોર્મેશન એક્ટની કલમ ૬૭ મુજબ ફરીયાદ નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.