Western Times News

Gujarati News

પ્રાંતિજ સહિત તાલુકામાં ઠંડીનું જોર વધતા રહીશો તાપણાના સહારે

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા માં પણ ઠંડી નું જોર વધતા રહીશો રાત્રીના સમયે ઠંડીથી બચવા માટે તાપણી નો સહારો લેવાનો વાળો આવ્યો છે તો રાત્ર પડતા જ યુવાનો બાળકો તાપણા આગળ ગોઠવાઈ જાય છે .

જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં ઠંડી નું મોજુ ફરી વળતા રાત્રી ના સમયે ઠંડીથી બચવા માટે પ્રાંતિજ સહિત તાલુકાના રહીશો તાપણાના સહારે ઠંડી ભગાડતા જોવા મળ્યા હતા તો પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ હરિઓમપાર્ક સોસાયટી માં પણ સોસાયટી ના રહીશો

યુવાનો બાળકો દ્વારા તાપણા કરી ને તાપણા નો સહારો લઈ રહ્યા છે અને રાત્ર પડતા જ ઠંડી ચાલુ થતા તાપણા કરી ને તાપણી ની આજુબાજુ માં ગોઠવાઇ જાય છે ત્યારે હાલતો કડકડતી ઠંડીએ તેનો પ્રકોપ બતાવતા આમ પ્રજાજનો સહિત પશુ પંખીઓ ની હાલત પણ ઠંડી ને લઈને કફોડી બની છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.