Western Times News

Gujarati News

આંકલી ગામે જંગલ નજીક આવેલ કૂવામાં દીપડાનો બચ્ચો ખાબકતા રેસ્કયું કરી બચાવી લેવાયો.

(મઝહર મકરાણી, દે.બારીયા)  દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના આંકલી ગામે જંગલ નજીક આવેલ કૂવામાં તા.૪/૪/૨૦૨૧ ના રાતના સમયે એક બાળ દીપડો કૂવામાં ખાબકયો હતો. દેવગઢ બારિયા તાલુકાના આંક્લી ગામે દવલા ફળિયામાં રહેતા ગમાભાઈ ધુલાભાઈ બારીયાના ખેતરમાં જંગલની નજીકમાં આવેલા કાઠા વગરના કૂવામાં રાતના સમયે બાળ દીપડો જેની અંદાજે ૪ થી ૬ મહિના ઉમરનો કુવામાં પડ્યો હતો.

કૂવામાં બનાવેલ પાળી પર બાળ દીપડો દેખાય આવતા વહેલી સવારે જેની જાણ વન વિભાગના કર્મીઓને થતાં તરત જ આરએફઓ સહિત વન કર્મીઓ દોડી આવ્યા હતા. અને કૂવાને કોર્ડન કરી રેસ્કયુ હાથ ધર્યું હતું અને સાંજ સુધીમાં સફળતા પૂર્વક કૂવામાં પડેલ બાળ દીપડાને રેશક્યું કરવામાં આવ્યું હતું. અને તેને બહાર કાઢી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.