Western Times News

Gujarati News

ઈમરાન ખાનના ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ સાથે અફેર હતા

રેખા સાથે ઈમરાને મુંબઈમાં સમય પસાર કર્યો હતો, તે સમયે તે અને રેખા અનેક જગ્યાએ સાથે જાેવા મળ્યા હતા

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને હાલના પીએમ ઈમરાન ખાને ક્રિકેટના મેદાન ઉપર તો ખુબ વાહવાહ મેળવી હતી. તેઓ જ્યારે મેદાન પર ઉતરતા હતા ત્યારે લાખો યુવતીઓના હ્રદયના ધબકારા વધી જતા હતા. આ એ સમય હતો કે જ્યારે ઈમરાન ખાનને જાેઈને યુવતીઓ પાગલ થઈ જતી હતી, સિસકારા કાઢતી હતી અને તે સમયે યુવતીઓની દીવાનગી જાેવા લાયક હતી. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનનું નામ બોલીવુડ અભિનેત્રી શબાના આઝમી સાથે પણ જાેડાયું હતું. આ બંનેની નીકટતાના સમાચાર છાશવારે સાંભળવા મળતા હતા. રેખા એક જમાનાની જાણીતી બોલીવુડ અભિનેત્રી રહી ચૂકી છે.

સદાબહાર રેખા સાથે ઈમરાન ખાને મુંબઈમાં થોડા વર્ષો પહેલા સમય પસાર કર્યો હતો. તે સમયે તે અને રેખા અનેક જગ્યાએ એક સાથે જાેવા મળ્યા હતા. ઈમરાન ખાન અને મુનમુન સેનના કિસ્સા પણ ખુબ ચર્ચાયા હતા. કહેવાતું હતું કે ઈમરાન ખાનને એ બંગાળી અભિનેત્રી ખુબ ગમતી હતી. ઈમરાન ખાનના કરોડો દીવાનાઓમાં એક નામ બોલીવુડની હોટ અભિનેત્રી ઝીન્નત અમાનનું પણ હતું. વર્ષ ૧૯૭૯ના નવેમ્બર મહિનામાં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી.

તે સમયે ઈમરાન ખાનના નામની આગળ પહેલીવાર બ્લેબોય શબ્દનો ઉપયોગ કરાયો હતો. તે વર્ષે ઈમરાન ખાને પોતાનો ૨૭મો જન્મદિવસ ટીમના સાથીઓ સાથે બેંગ્લુરુના ક્રિકેટ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં ઉજવ્યો હતો. પરંતુ કેટલાક ભારતીય અખબારોએ એવો દાવો કર્યો હતો

ઈમરાને પોતાનો ૨૭મો જન્મદિવસ બોલીવુડ દીવા ઝીન્નત અમાન સાથે ઉજવ્યો. જાે કે ઝીન્નતે કે ઈમરાને પોતાના સંબંધ વિશે કોઈ પણ ખુલીને વાત કરી નહતી. એક સમયે એવો પણ આવ્યો કે કહેવાતું હતું કે ભારતીય હીરોઈનોને મનપસંદ હીરો છે ઈમરાન ખાન. તેમના અફેરના કિસ્સાઓ આજે પણ મશહૂર છે જે એક સમયે અખબારોની હેડલાઈન્સ બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.