Western Times News

Gujarati News

‘અનિલ સ્ટાર્ચ કાંડનો આરોપી વગદાર, નાસી જશે એટલે જામીન નામંજૂર કરો’

આરોપી પુરાવા સાથે પણ ચેડાં કરે તેવી સંભાવના વ્યકિત કરી સરકારે વિરોધ કર્યો

અમદાવાદ, અનીલ સ્ટાર્ચના પ્રમોર્ટર્સે ભેગા મળી છ પેટા કંપનીઓ સ્થાપી ગુજરાત મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશમાં રૂા.૩૦૦૦ કરોડના કૌભાંડ આચરવામાં આવ્યું છે.

જેમાં રૂા.૧૬ લાખની ઠગાઈની થયેલ ફરીયાદમાં પકડાયેલા ડાયરેકટર સમપ્રતી મહેન્દ્ર શેઠએ ગ્રામ્ય કોર્ટ સમક્ષ જામીન મેળવવા માટે અરજી કરી છે. આ અરજી સામે ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ અધિકારીએ એફીડેવીટ કરીને આરોપી નાસી ભાગી જવાની શયકતા વ્યકત કરી છે.

આ ઉપરાંત આરોપી પુરાવા સાથે ચેડાંક રે તેવી શકયતા પણ દર્શાવવામાં આવી છે. જયારે આરોપી દ્વારા એવી રજુઆત કરી છે કે એનસીએલટીમાં કાનુની કાર્યવાહી થઈ હોવાથી પોલીસ દ્વારા ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

અનિલ સ્ટાર્ચના મુખ્ય સુત્રધાર અમોલ શેઠ અને શીવપ્રસાદ કાબરા હાલમાં સાબરમતી જેલમાં છે. અને ક્રાઈમ બ્રાચ દ્વારા અન્ય ગુનામાં ટ્રાન્સફરવોરન્ટન્થી ધરપકડ કરે તેવી શકયતા છે. આ ગુનામાં હજુ શાલીભદ્ર મહેન્દ્રભાઈ શેઠ, પરાગ શાહ, મનીષ નરેન્દ્રભાઈ શેઠ, પરાગ શાહ નાસતા ફરતા છે.

આરોપી સમપ્રતી મહેન્દ્રકુમાર શેઠએ જામીન મેળવવા માટે અરજી કરી છે. જેમાં ક્રાઈમ બ્રાંચના તપાસનીશ અધિકારીએ મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી મારફતે એફીડેવીટ રજૂ કરી હતી. જેમાં જણાવ્યું છે કે, આરોપી દ્વારા ૮૦૦થી વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે.

રોકાણકારોને બિલ ઓફ એક્ષચેન્જની રીસીપ તથા મકાઈ ખરીદીના રીટેઈલ ઈન્વોઈસ આપતા હતા કે મકાઈ ખરીદ કરવામાં આવતી હતી કે ફકતને ફકત બિલો બાનવવામાં આવતા હતા. ખરેખર મકાઈ ખરીદી કરવામાં આવતી નહોતી અને માત્ર બિલો બનાવીને રોકાણકારોના નાણાં લઈને તેમને પોસ્ટ ડેટેઈડ ચેક આપવામાં આવતા હતા.

આરોપીએ અનીલ ટ્રેડ, યુનિક એકમાર્ટ, અનીલ લીમીટેડ સહિત છ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. જેમાં રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવીને તે નાણાં અનીલ સ્ટાર્ચ કંપનીમાં લાવવામાં આવતા હતા. આ કંપનીઓમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ડીપોઝીટરોને લોભામણી જાહેરાતો આપીને કરોડોો રૂપિયા ઉઘરાવી લીધા હતા.

રોકાણકારોના નાણાં કોર્પોરેટ ડીપોઝીટ તરીકે અનીલ સ્ટાર્ચમાં પ્રમોટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું. ડીપોઝીટર્સને વ્યાજ કે મૂડી કશું જ પાછું ન મળતા કંપનીમાં હોબાળો કરતા ચેકો આપવામાં આવ્યા હતા. જે ચેકો પણ પરત ફર્યા હતા. જેથી આરોપીઓની જામીન અરજી ફગાવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.