Western Times News

Gujarati News

એરપોર્ટના રન-વેનું રીકાર્પેટીંગ માટે લેવાયો આ નિર્ણય

પ્રતિકાત્મક

ડેલિગેટસને સમસ્યા નડે નહીં એ માટે વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન ૩ દિવસ રન-વે આખો દિવસ ખુલ્લો રાખવા પણ વિચારણા

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગામી વર્ષ ૩ જાન્યુઆરીથી ૩૧મી મે દરમ્યાન રન-વે રીકાર્પેટીંગની કામગીરી કરવામાં આવશે. જાે કે ૧૦ થી ૧ર જાન્યુઆરી દરમ્યાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની હોવાથી અમદાવાદ અરેપોર્ટના રન-વે રીકાર્પેટીંગની કામગીરી હવે ૧રમી જાન્યુઆરી બાદ જ શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોર્ટ મેેનેજમેન્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદ એરપોર્ટનોે ૩.૬ કી.મી.નો લાંબો રન-વે ૩ જી જાન્યુઆરીથી ૩૧મી મે સુધી જાહેર રજા -રવિવારને બાદ કરતા સવારે ૯ થી ૬ દરમ્યાન બંધ રહેવાનો હોવાથી ફલાઈટનું સંચાલન કરવામાં આવશે નહી. જેના પગલે ૭૦ થી વધુ ફલાઈટને રીશિડ્યુઅલ કરવામાં આવશે. જાે કે, વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાનથી એ વખતે રન-વે બંધ નહીં રાખવા માટે પણ વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી સહિત દેશવિદેશના અગ્રણી નેતાઓ, માંધાતા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. જેના કરણે એ વખતે જ અમદાવાદ અરેપોર્ટનો રન વેે ને સવારે ૯ થી ૬ ના પીકઅવર્સ દરમ્યાન બંધ રાખવો શક્ય નથી. હાલના તબક્કેે બે પાસા પર જ વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં એક વિકલ્પ રન-વે રી-કાર્પેટીંગની કામગીરી વાયબ્રન્ટ સમિટ બાદ જ શરૂ કરવાનો છે.

આ સિવાય અન્ય એક વિકલપ રન-વે ને માત્ર વાયબ્રન્ટ સમિટ દરમ્યાન એટલે કે ૧૦ થી ૧ર જાન્યુઆરી વખતે જ ખુલ્લો રાખવાનો છે. હવે આ પૈકી કયા વિકલ્પ પર પસંદગી કરવામાં આવે છે એના પર આગામી ટૂૃક સમયમાં નિર્ણય લેવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ દરમ્યાન અમદાવાદ એરપોર્ટનો રન-વે સવારે ૯ થી ૬ બંધ હોય ડેલિગેટસને પણ સમસ્યા નડે.

તેઓ સવારે ૯ થી ૬ દરમ્યાન આવે તો તેમના એરક્રાફટને વડોદરા લઈ જવુ પડે અને આ સ્થિતિમાં તેમનો સમય વેડફાય. આમ, આ સ્થિતિમાં રન-વેને વાયઈબ્રન સમિટ દમ્યાન સંપૂર્ણ ખુલલો રાવખામાં આવે એ જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જાણકારોનું માનવુ છે.

વાયબ્રન્ટ સમિટ દરમ્યાન અમદાવાદને સાળકતી કેટલીક ફલાઈટસને વડોદરા એરપોર્ટ ખાતે ડાઈવર્ટ કરવી તેના અંગે પણ બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.