Western Times News

Gujarati News

ઓમિક્રોનના ભયે માસ્કના વેચાણમાં ત્રણ ગણો વધારો

Files Photo

અમદાવાદ, નવા ઓમિક્રોન વેરિયન્ટની ચિંતા સાથે કોવિડ-૧૯ના નવા કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો ફરીથી સાવચેતી રાખી રહ્યા છે અને તેની અસર માસ્કના વેચાણ પર દેખાઈ રહી છે.

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્‌સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના અંદાજ મુજબ છેલ્લા ત્રણ અઠવાડિયામાં માસ્ક તેમજ ઈમ્યુનિટી બૂસ્ટરનું વેચાણ ત્રણ ગણું વધ્યું છે. FGSCDAના અંદાજાે સૂચવે છે કે, છેલ્લા અઠવાડિયામાં ૧૦ લાખ ડિસ્પોઝેબલ માસ્ક અને ૩ લાખ N95 માસ્ક સમગ્ર ગુજરાતમાં નિયમિત વેચાયા હતા.

ગુજરાત એ ઓછામાં ઓછા ૨૪ હજાર કેમિસ્ટ અને ફાર્મસિઓનું ઘર છે. FGSCDAના ચેરમેન અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ‘કેસમાં સતત વધારો થતાં લોકોએ સાવચેત રહેવાનું શરૂ કરી દીધું છે.

ખાસ કરીને સ્થળો પર મેળાવડાને લઈને મૂકવામાં આવેલા કેટલાક પ્રતિબંધોના કારણે લોકો સાવચેતી રાખી રહ્યા છે અને વધારેને વધારે સાવચેત બન્યા છે. તેઓ ઓફિસ તેમજ અન્ય જાહેર જગ્યાઓમાં માસ્ક પહેરવાનું પસંદ કરી રહ્યા છે.

પરિણામે વેચાણ વધ્યું છે. ગુજરાતમાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોવિડ-૧૯ના નવા ૭૦ કેસ નોંધાયા હતા, તેમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા દર્શાવે છે. સેનિટાઈઝરની માગમાં પણ ઓછામાં ઓછા ૫૦ ટકા વધારો થયો છે, તેવો કેમિસ્ટનો અંદાજ સૂચવે છે.

‘નવેમ્બરમાં, માસ્ક અને સેનિટાઈઝર એમ બંનેના વેચાણમાં ભાગ્યે જ માગમાં ઘટાડો જાેવા મળ્યો હતો. જાે કે, છેલ્લા એક અઠવાડિયાથી ૧૦ દિવસમાં માગમાં ફરી એકવાર તેજી જાેવા મળી રહ્યો છે. લોકો N95 માસ્ક તેમજ સેનિટાઈઝર ખરીદવા માટે આવી રહ્યા છે, તેમ મેડકાર્ટના કો-ફાઉન્ડર અંકુર અગ્રવાલે જણાવ્યું હતું.

ઈમ્યૂનિટી બૂસ્ટરના વેચાણમાં પણ નજીવો વધારો જાેવા મળી રહ્યો છે. કોવિડ-૧૯ સંબંધિત દવાઓની કોઈ અપવાદરૂપ માગ નથી. જાે કે, કેટલાક ગ્રાહકો કે જેમણે વિટામિન સી જેવા ઈમ્યૂનિટી બૂસ્ટર ખરીદવાનું બંધ કરી દીધું હતું તેમણે ફરીથી આ દવાઓ માટે ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે, તેમ અમદાવાદના કેમિસ્ટે જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.