Western Times News

Gujarati News

ટીવી એકટર નકુલ મહેતા કોરોનાથી સંક્રમિત

નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેની વચ્ચે હવે જાણીતી હસ્તીઓ પણ સંક્રમિત થઈ રહી છે.

હવે ટીવી એકટર નકુલ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.હાલમાં તે આઈસોલેશનમાં છે અને તેણે પોતાની દવાઓ અને ભોજનની તસવીર શેર કરવાની સાથે સાથે ચાહકોને જાણકારી આપી છે કે તે કેવી રીતે આઈસોલેશનમાં સમય પસાર કરી રહ્યો છે.

નકુલનુ કહેવુ છે કે, હું લેપટોપ પર વેબ સિરિઝ જોઈ રહ્યો છું.વિલ સ્મિથના મુવી જોઉં છે અને મ્યુઝિક સાંભળુ છે.મારી ડાયરી અપડેટ કરી રહ્યો છું અને ઘરમાં બનેલુ ભોજન મળે મળી રહ્યુ છે.હું કોવિડને હરાવી રહ્યો છું અને વહેલી તકે તેમાંથી બહાર આવીશ.

નકુલ મહેતા હાલમાં ટીવી સીરિયલ બડે અચ્છે લગતે હૈ….માં દિશા પરમાર સાથે દેખાઈ રહ્યો છે.જોકે આ સિરિયલને જોઈએ તેવી ટીઆરપી મળી નથી અને તેના પગલે આ સિરિયલ બંધ કરવામાં આવશે તેવી અટકળો થઈ રહ્યો છે.

જોકે તેની પહેલી સિઝન લોકોને બહુ ગમી હતી.જેમાં એકટર રામ કપૂર અને સાક્ષી તનવર લીડ રોલમાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.