Western Times News

Gujarati News

હિજાબ પહેરીને વિદ્યાર્થીઓ આવી કોલેજમાં તો ન મળ્યો વર્ગમાં પ્રવેશ

બેંગ્લુરૂ, કર્ણાટકના ઉડુપી જિલ્લાની એક સરકારી કોલેજ પર હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને પ્રવેશ નહીં આપવાનો આરોપ લાગ્યો છે. દરમિયાન આ ઘટનાને લઈને ભારે હંગામો પણ મચ્યો હતો. એક વિદ્યાર્થિનીએ આરોપ મુક્યો હતો કે, અમારામાંથી જેમણે હિજાબ પહેર્યા હતા તેમને ક્લાસમાં એન્ટ્રી અપાઈ નહોતી. દરમિયાન ભારતીય ઈસ્લામિક સંગઠન દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં એ પાંચ વિદ્યાર્થિનીઓ પણ સામેલ હતી જેમને ક્લાસમાં પ્રવેશવા દેવાઈ નહોતી.

જિલ્લા કલેકટરનુ કહેવુ છે કે, આ મામલામાં કોલેજના આચાર્ય સાથે વાત કરી છે. એક વિદ્યાર્થિનીએ કહ્યુ હતુ કે, પહેલા તો કોલેજના સંચાલકોએ માતા પિતાને કોલેજ બોલાવ્યા હતા અને જ્યારે તેઓ કોલેજ આવ્યા ત્યારે તેમને ચાર કલાક રાહ જાેવડાવવામાં આવી હતી. હિજાબ પહેરતા પહેલા અમારી સાથે કોલેજમાં સારો વહેવાર થતો હતો. હવે અમને ક્લાસમાં હિજાબ પહેરવાની મંજૂરી અપાઈ રહી નથી. અરબી અને ઉર્દુ ભાષામાં બોલવા દેવાતા પણ નથી.

જેના વિરોધમાં વિદ્યાર્થિનીઓ ત્રણ દિવસથી ક્લાસની બહાર ઉભી રહે છે.દરમિયાન આચાર્યે કહ્યુ છે કે, વિદ્યાર્થિનીઓ કોલેજ કેમ્પસમાં હિજાબ પહેરી શકે છે પણ તેમને ક્લાસમાં પહેરવા માટે છુટ નહીં અપાય. ક્લાસમાં સમાનતા રહે તે માટે આ ર્નિણય લેવામા આવ્યો છે. જાેકે મુસ્લિમ સંગઠનોએ કહ્યુ છે કે, આ મંજૂરી નહીં અપાય તો અમે દેખાવો કરીશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.