Western Times News

Gujarati News

બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બેંગલુરુ, બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એ બાદ પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે.

ન્યૂઝ એજન્સી યુએનઆઈના જણાવ્યા અનુસાર, બેંગલુરુની 7 શાળાને મેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ પછી પોલીસે આ તમામ શાળામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે.

બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર કમલ પંતે કહ્યું હતું કે પોલીસની ટીમ આ શાળાઓમાં તપાસ કરી રહી છે. શાળાઓને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, એમાં લખવામાં આવ્યું છે – તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. આ મજાક નથી, તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.