Western Times News

Gujarati News

GNLU ના ૧૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતા ફફડાટ

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરથી એક નેશનલ કક્ષાની યુનિવર્સિટીમાં GNLU એક સાથે ૧૫ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ વ્યાપ્યો છે ન્યુ સીટી માં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે

જેમાં દિલ્હી અને તામિલનાડુના બે વિદ્યાર્થીઓ દ્વારા અહીં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચેપ લાગતાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા ૧૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા

જેમાંથી એક વિધાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે બાકીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમા કરવા આવેલા તામિલનાડુ અને દિલ્હીના બે વિદ્યાર્થીઓ દ્વારા અહી હોસ્ટેલમાં રહીને અભ્યાસ

કરતા અન્ય વિદ્યાર્થીઓને કોરોના નો ચેપ લાગતાં યુનિવર્સિટીના એક સાથે ૧૫ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે જિલ્લામાં એક સાથે ૧૫ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.