Western Times News

Gujarati News

THE KASHMIR FILES ની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રીએ બીજી બે ફિલ્મોની જાહેરાત કરી

ધ કાશ્મીર ફાઈલ્સે રીલિઝ થયા બાદ બોક્સ ઓફિસ પર એટલી કમાણી કરી કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા

મુંબઈ,  ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ગત મહિને માર્ચની ૧૧ તારીખે રીલિઝ થઈ હતી. ફિલ્મે રીલિઝ થયા બાદ બોક્સ ઓફિસ પર એટલી જાેરદાર કમાણી કરી કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નાના બજેટની ફિલ્મે ૨૫૦ કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. The Kashmir Files’ team – Vivek Agnihotri- Abhishek Agarwal and Pallavi Joshi – have joined hands for two more films.

THE KASHMIR FILES ની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મની ટીમ સાથે બે નવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે આ બે ફિલ્મોની જાહેરાત તેમના ફિલ્મ પ્રોડ્યુસર રહેલા અભિષેક અગ્રવાલના જન્મદિવસ પર કરી છે. જાે કે, અત્યારે ફિલ્મ સાથે જાેડાયેલી વધુ જાણકારી આપી નથી. વિવેક અગ્નિહોત્રીએ તેમના ટિ્‌વટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

આ સાથે જ તેમણે ફિલ્મ THE KASHMIR FILES ના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. ત્યારે, વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જાેશીનું પ્રોડક્શન હાઉસ અને અભિષેક અગ્રવાલનું પ્રોડક્શન હાઉસ આગામી બે ફિલ્મો માટે ફરી સાથે કામ કરશે.

આ બંને પ્રોડક્શન હાઉસ હવે ભારતની બે સત્ય ઘટનાઓને પરદા પર લાવશે જે અત્યાર સુધી દેખાળવામાં આવી નથી. આ ઘટનાઓ ખુબ જ ભયાનક છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ THE KASHMIR FILES બોક્સ ઓફિસ પર ૨૫૦ કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ કર્યો છે. કોરોના મહામારી બાદ આ પહેલી ફિલ્મ બની છે જેણે આટલી કમાણી કરી છે.

ફિલ્મTHE KASHMIR FILES માં દેખાળવામાં આવ્યું છે કે, ૯૦ ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર કેવી રીતે અત્યાચાર કરવામાં આવ્યો, જેના કારણે તેમને તેમના ઘર છોડી ભાગવું પડ્યું હતું. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જાેશી અને દર્શન કુમાર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.