Western Times News

Gujarati News

ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું : B.com સેમ-6નું અર્થશાસ્ત્રનું પેપર લીક

અમદાવાદ, ગુજરાતમાં પેપર લીક કાંડ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક બાદ એક પેપરો ફૂટી રહ્યાં છે. મળતા અહેવાલ પ્રમાણે બુધવારે બેચરલ ઓફ કોમર્સના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર ફૂટ્યું છે.

વીર નર્મદ યુનિવર્સિટીમાં બુધવારે ઈકોનોમીક્સના પેપરના એક કલાક પૂર્વે જ આ પેપર ફૂટતા  સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પરીક્ષાના એક કલાક પહેલાં જ સેનેટ સભ્યની ફરિયાદને આધારે યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે.

પેપર લીકના આક્ષેપ વચ્ચે કુલપતિએ આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય આગામી પાંચ બાકી વિષયોના પેપરો પણ રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.