Western Times News

Gujarati News

હવે ઈઝરાયેલમાં રિલિઝ થવા જઈ રહી છે ‘The Kashmir Files’

નવી દિલ્હી, ભારતમાં બોક્સ ઓફિસ પર તહેલકો મચાવનાર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files સંખ્યાબંધ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને બયાન કરતી ફિલ્મને ભારતમાં ખાસી પસંદ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 28 એપ્રિલે ઈઝરાયેલમાં રિલિઝ થવા જઈ રહી છે.

ડાયરેકટર વિવેક અગ્નિહોત્રીએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, ઈઝરાયેલમાં લોકોની લાગણીને માન આપીને ફિલ્મ રિલિઝ કરવામાં આવશે. ફિલ્મના પોસ્ટર ઉદઘાટન માટે અમારા સ્ટુડિયોમાં આવવા બદલ ઈઝરાયેલના ડિપ્લોમેટ કોબ્બી શોશાનીનો હું આભાર માનુ છે.

વિવેકે કહ્યુ હતુ કે, આતંકવાદ સામે લડવા અને માનવતાને પ્રોત્સાહન આપવા માટેના ભારત અને ઈઝરાયેલના સંયુક્ત લક્ષ્યની દિશામાં આ એક પગલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.