Western Times News

Gujarati News

ભરૂચની ગ્રામ પંચાયતની હદમાં આવેલી કાંસોની સફાઈ ન થતા વરસાદી પાણી ભરાવાનો ભય

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જિલ્લાના અને તેમાં ભરૂચ તાલુકાની આજુ બાજુના ગ્રામ પંચાયતની હદમાં વરસાદી કાંસની સફાઈ ન થતી હોવાના કારણે આગામી ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદમાં વરસે તો સોસાયટી વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ થાય તેવો ભય ઊભો થયો છે.

ત્યારે પંચાયતોની હદમાં આવતી વરસાદી કાંસોની સફાઈ વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે.ભરૂચ શહેરની આજુબાજુ વિસ્તારમાં આવેલી ગ્રામ પંચાયતની હદમાં વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી નથી.

જેમાં ઉમરાજ,નંદેલાવ, ભોલાવ,ચાવજ અને રહાડપોર સહિતની કેટલીક ગ્રામ પંચાયતની હદમાં આવતી વરસાદી કાંસોની સફાઈ કરવામાં આવી નથી અને કેટલાય વિસ્તારોની વરસાદી કાંસો તો ગંદકીના કારણે પુરાઈ જતાં ગુમ થઈ ગયેલી જોવા મળી રહી છે.

ત્યારે આગામી દિવસોમાં વરસાદ વરસવાના એંધાણ વચ્ચે જો સામાન્ય વરસાદ પણ વરસે તો સોસાયટી વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવો ભય ઊભો થયો છે.

ત્યારે હજુ પણ ગ્રામ પંચાયતની હદમાં પંચાયતોના સરપંચો અને તલાટીઓ સંકલનમાં રહી વરસાદી કાંસની સફાઈ કરાવે તે જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.