Western Times News

Latest News from Gujarat India

નડીયાદમાં મિત્રની જમીન પચાવી પડનાર મિત્ર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

નડીયાદ માં મીત્ર ની જમીન પચાવી પડનાર મિત્ર સામે નડીયાદ પોલીસે લેન્ડ ગેબીગ નો ગુનો દાખલ કરી કાયવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ  જીતેન્દ્રકુમાર વિનુભાઇ પટેલ  રહે,આણંદ ના  કુટુબી કુવા હસમુખભાઈ ધુળાભાઇ પટેલ  છેલ્લા ઘણા વર્ષોથી અમેરીકા મુકામે રહે છે. . તેઓની ભારતમાં ઘણી પોપર્ટી આવેલ હોય અને તેઓ વિદેશ રહેતા હોય તેઓની મિલ્કતના વ્યવહાર માટે જીતેન્દ્રકુમાર
ને  તા-૧૦/૦૧/૨૦૨૨ ના રોજનડીયાદ મુકામે આવેલ નડીયાદ સીટી સર્વે નં- ૩૯૭/૧૪૨ વાળી મિલ્કત જેનો સીટ નં- ૧૧ જેનું ક્ષેત્રફળ ૧૫૮.૨૩ ચો.મી મ્યુન્સીપલ વોર્ડ નં- ૩  જેનું બાધકામ ૮૮ ચો.મીટર વાળી જગ્યા કે જે નડીયાદ મેડીકલના નામે ઓળખાય છે.

નડીયાદ સરદાર બાવલા થી ડભાણ ભાગોળ તરફ જ ના વિસ્તારમાં આવેલ છે, જે મિલ્કત બાબતે સ્વતંત્ર નિર્ણય  લેવા જીતેન્દ્રકુમાર ને પાવર ઓફ એટની આપેલ હતી.

આ અગાઉ હસમુખભાઇ પટેલ તથા પ્રકાશભાઇ રાવજીભાઇ પટેલ  રહે નડીયાદ નાઓ મિત્ર હતા અને ઉક્ત મિલ્કત બાબતે હસમુખભાઇ પટેલ એ પ્રકાશભાઇ ને.૧૬/૦૨/૨૦૧૧ ના રોજ પાવર આપિયું હતું. જોકે  તા-૫/૦૬/૨૦૧૨ ના રોજ આર.જે મહેતા નોટરી સમક્ષ આ પ્રકાશભાઇની હાજરીમાં પાવર ૨૬ કરાવેલ હતો.

જોકે કબજો પ્રકાશ ભાઈ નો હતો આ કબજો ખાલી કરાવવા જણાવ્યું હતી. પરંતુ પ્રકાશ એ કબજો ખાલી કરિયો ન હતો અને મિલકત પચાવી પાડવા કારસ્તાન કર્યું હતું. આ બાબતે  જિલ્લા કલેકટર ને અરજી કરી હતી. જિલ્લા કલેક્ટરે પ્રકાશભાઈ રાવજી સભાઈ પટેલ સામે લેન્ડ ગેબીગ ફરિયાદ માટે હુકમ કર્યો છે જેથી નડીયાદ પોલીસે જીતેન્દ્રકુમાર વિનુભાઇ પટેલ  ની ફરિયાદ ના આધારે પ્રકાશભાઈ રાવજી સભાઈ પટેલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers