Western Times News

Gujarati News

પીઝાની ડિલિવરી ગર્લને ચાર યુવતીએ માર માર્યો

ઈન્દોર, સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાય છે તેમ ચાર છોકરીઓ ડોમીનોસ પીઝાની ડિલીવરી ગર્લ પર તૂટી પડી હતી. આ ચારેય યુવતીઓએ પીઝા ડિલીવરી ગર્લને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. માત્ર સામે જાેવાની નજીવી બાબતમાં પીઝા ડિલીવરી ગર્લને ચારેય યુવતીઓએ જાેરદાર માર માર્યો હતો. આ ઘટના મધ્ય પ્રદેશના ઈન્દોરની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જ્યાં દ્વારકાપુરી વિસ્તારમાં સ્થાનિક છોકરીઓની એક ગેંગે કામ પર જઈ રહેલી પીઝા ડિલીવરી ગર્લને ગડદાપાટુનો માર અને લાકડીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટના કોઈએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધી હતી અને બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાે કે, પોલીસે ચારેય છોકરીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
સામે આવેલા કેટલાંક રિપોર્ટ મુજબ, જ્યારે પીડિતા નંદની કામ પર જઈ રહી હતી.

ત્યારે પિંકી નામની યુવતીએ પોતાની ત્રણ બહેનપણીઓ સાથે મળીને તેનો રસ્તો રોક્યો હતો. વાત કરવાના બહાને ચારેય છોકરીઓએ નંદિનીને પાસે બોલાવી હતી. બાદમાં ચારેય છોકરીઓ નંદની પર તૂટી પડી હતી અને જાેરદાર માર માર્યો હતો. જે બાદ નંદની રસ્તા પર ઢળી પડી હતી. તેમ છતાં ચારેય યુવતીઓને તેના પર દયા ન આવી. એટલું તો ઠીક, કોઈ નંદનીની મદદે પણ ન આવ્યું. ગમે તેમ કરીને નંદની ઊભી થઈને પાસે આવેલા એક ઘરમાં જતી રહી અને પોતાનો જીવ બચાવ્યો.

જ્યારે આ ઘટનાનો શોકિંગ વિડીયો વાયરલ થયો તો પોલીસે ચારેય છોકરીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પ્રાપ્ત રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ગર્લ ગેંગની લીડર પિંકી પોતાના વિસ્તારના બદમાશો સાથે ફરે છે અને અવાર નવાર લોકો સાથે મારપીટ કરતી રહેતી હોય છે. બીજી તરફ, ચારેય છોકરીઓએ પીડિતા પર આરોપ લગાવ્યો હતો કે તે તેમની સામે ઘારીને જાેઈ રહી હતી, એટલે તેને માર માર્યો.

વિડીયોમાં એવું પણ સંભળાય છે કે, જ્યારે પીડિતા ચારેય છોકરીઓને કહે છે કે તે પોલીસમાં ફરિયાદ કરશે તો તેઓ બિંદાસ્ત પોલીસ બોલાવવા માટે કહે છે. આ વિડીયો વાયરલ થયા પછી કેટલાંક યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, કેમેરામેન બચાવી ન શકત, વિડીયો બનાવતો રહ્યો.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.