Western Times News

Latest News from Gujarat India

OPPO સ્માર્ટફોન અને મેળવો “શેમારૂ-મી”નું FREE સબસ્ક્રિપ્શન

OPPO ગુજરાત અને શેમારૂમીના સાથનો ગુજરાતીઓને મળશે લાભ, ખરીદો 

મુંબઈ,  ગુજરાતીઓનું મનગમતું એન્ટરટેઈનમેન્ટ ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી અને OPPO ગુજરાત દરેક ગુજરાતી માટે એક ખાસ ઓફર લાવ્યા છે. હવે જો તમે OPPOનો કોઇપણ સ્માર્ટફોન ગુજરાતમાં ખરીદશો તો, ઘરના કે દુનિયાના કોઈ પણ ખૂણેથી બેઠા બેઠા શેમારૂમીના સુપરહિટ એન્ટરટેઈનમેન્ટ કન્ટેન્ટ બિલકુલ ફ્રીમાં માણી શક્શો.

વર્ષોથી ગુજરાતી ભાષામાં ગુજરાતીઓને ગમતું કન્ટેન્ટ આપનાર એન્ટરટેઈનમેન્ટ કંપની શેમારૂના ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પર ફક્ત ગુજરાતી જ નહીં અન્ય ભાષાઓનું પણ જબરજસ્ત કન્ટેન્ટ જોવા મળી રહ્યું છે. બોલિવુડની ક્લાસિક ફિલ્મોથી લઈને, લેટેસ્ટ રિલીઝ ઉપરાંત પ્રાદેશિક, ધાર્મિક, કોમેડી કે પછી બાળકો માટેના કાર્યક્રમો,

જે ઈચ્છો તે શેમારૂમી પર 24*7જોવા મળી રહ્યું છે. પરિવારના દરેક સભ્યો માટે કોઈને કોઈ શાનદાર કન્ટેન્ટ શેમારૂમી આપી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ગુજરાતી ભાષામાં દર અઠવાડિયે એક નવી રિલીઝ આપીને શેમારૂમીએ ગુજરાતી ઓટીટી ક્ષેત્રે પોતાના બધા જ હરીફોને પાછળ છોડી દીધા છે.

શેમારૂમી પર ઓરિજિનલ વેબ-સિરીઝ, નાટકો, બ્લોકબસ્ટર ફિલ્મો સહિત પુષ્કળ પ્રમાણમાં સફળ કન્ટેન્ટ પિરસાયેલું છે. ખાસ કરીને સ્વાગતમ, પુરીપાણી, વાત વાતમાં, યમરાજ કોલિંગ, બેનકાબ અને ષડયંત્ર જેવું રેકોર્ડબ્રેક વ્યુઅર્સ ધરાવતું કન્ટેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે, જેને ક્રિટીક્સની સાથે સાથે દર્શકો પણ વખાણી ચૂક્યા છે.

શેમારૂમી પણ ઈ કોમર્સથી લઈને બેન્કિંગ અને પેમેન્ટ એપ, ટેલિકોમ, OEMs, મીડિયા, OEMs, ISPs/ બ્રોડબેન્ડ સહિત જુદા જુદા પ્લેટફોર્મ પર 50થી વધુ કોલાબ્રેશન ધરાવે છે. આટલી વિક્સેલી ગુજરાતીઓની પોતાની કંપની જ્યારે ગુજરાતીઓને ગમતી ભેટ આપે ત્યારે આનંદ તો થાય જ ને.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers