Western Times News

Gujarati News

ફિલ્મ ‘સોનું તને મારા પર ભરોસો નઈ કે’નો ડિજિટલ પ્રીમિયર, 23 જૂને શેમારૂ-મી પર થશે રિલીઝ

શેમારૂમી પર ફરી આવી રહ્યા છે સુપરસ્ટાર મલ્હાર ઠાકર, ‘સોનું તને મારા પર ભરોસો નઈ કે’થી કરશે દર્શકોનું મનોરંજન

શું પરિવાર આ સોનુ પોતાની પાસે રાખશે કે પોલીસને આપશે? બંદૂક સાથે ઘૂસી આવેલો ગુંડો સોનુ લઈ જશે કે પછી મલ્હાર આ સોનુ લઈને ઘર છોડીને ભાગી જશે?

મુંબઈ,  ગુજરાતીઓનું સૌથી પસંદગીનું ઓટીટી પ્લેટફોર્મ ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ વખતે શેમારૂમી પર ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની લેટેસ્ટ કોમેડી એન્ટરટેઈનિંગ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. થિયેટર્સમાં દર્શકોને ખડખડાટ હસાવનાર ફિલ્મ ‘સોનું તને માર ભરોસો નઈ કે’નો હવે શેમારૂમી ડિજિટલ પ્લેટફોર્મ પર વર્લ્ડ પ્રીમિયર થવાનો છે.

23 જૂનના રોજથી આ સુપરહિટ કોમેડી ફિલ્મ દર્શકો દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા તેમના સૌથી ગમતા ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પર માણી શક્શે. ‘સોનું તને માર ભરોસો નઈ કે’ મલ્હાર ઠાકરની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં એક એ પરિવારની વાત છે, જેમના ઘરનું જૂનું-પુરાણું ટીવી બગડી ગયું છે.

એટલે ઘરનો સુપુત્ર ચોરબજારથી નવું સ્માર્ટ ટીવી ખરીદવાની ગોઠવણ કરે છે. પરંતુ આ ટીવી ઘરે આવીને ચાલું જ નથી થતું. કારણ કે ટીવીમાં મોટા પ્રમાણમાં સોનું મૂકેલું છે. તો આ સોનાનું થશે શું?શું મલ્હારનો પરિવાર આંગણે આવેલી લક્ષ્મીને વધાવી કે પછી પોલીસને સોંપશે? મલ્હારના ઘરમાં બંદૂક સાથે ઘૂસી આવેલો ગુંડો આ સોનુ લઈ જશે કે પછી મલ્હાર આ સોનુ લઈને ઘર છોડીને ભાગી જશે? તે જાણવા માટે તો હવે તમારે શેમારૂમી પર જોવી પડે.

ફિલ્મ અંગે મલ્હાર ઠાકરનું કહેવું છે કે,’દર્શકોને મનોરંજન જોઈએ છે. શેમારૂમી એ હંમેશા ગુજરાતી દર્શકોને તેમનું ગમતું કન્ટેન્ટ આપ્યું છે. આ ફિલ્મ પણ કંઈક એવી જ છે, કે થોડા સમય માટે તમે ખડખડાટ હસવું હોય, મજા કરવી હોય, અને પરિવાર સાથે ધમાલ કરવી હોય, તો આ ફિલ્મ જરૂર જોજો.’

તો ગુજરાતીઓને વર્ષોથી હસાવતા આવેલા રાગી જાની પણ હાસ્યના ડોઝની ગેરેન્ટી આપી રહ્યા છે. રાગી જાની કહે છે કે,’ફિલ્મ બનાવતી વખતે અમને જેટલી મજા પડી છે, એટલી જ મજા દર્શકોને પડવાની છે. થિયેટરમાં તો હાસ્યના પડઘા સંભળાયા જ છે, હવે દર્શકોના ઘર પણ હાસ્યથી ગૂંજી ઉઠશે.’

હેનિલ ગાંધી ડિરેક્ટેડ આ ફિલ્મમાં મલ્હાર ઠાકર ઉપરાંત જાણીતા એક્ટર રાગી જાની, કલ્પના ગાગડેકર, જયેશ મોરે ઉપરાંત ગોર્જિયસ ગર્લ નિજલ મોદી જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મનુંટાઈટલ સોંગ જાણીતા પંજાબ સિંગર દલેર મહેંદીએ ગાયું છે. થિયેટરમાં આ ફિલ્મ હિટ સાબિત થયા બાદ હવે આપ સૌ ઘરે બેઠા 23 જૂનથી ફિલ્મને શેમારૂમી પર માણી શક્શો.

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, સિટકોમ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, સિટકોમ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.