Western Times News

Latest News from Gujarat India

જુગ જુગ જિયો માટે હા પાડતા પહેલા નીતૂએ નહોતો લીધો દીકરીનો અભિપ્રાય

Jug Jug Jeeyo review

મુંબઈ, બોલિવુડ અભિનેત્રી નીતૂ કપૂર આશરે ૯ વર્ષ બાદ ફિલ્મી પડદે કમબેક કરવા જઈ રહ્યા છે. તેઓ છેલ્લે વર્ષ ૨૦૧૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેશરમ’માં દીકરા રણબીર કપૂર અને પતિ ઋષિ કપૂર સાથે જાેવા મળ્યા હતા.

હવે તેઓ ખૂબ જલ્દી ફિલ્મ ‘જુગ જુગ જિયોમાં જાેવા મળવાના છે, જેમાં તેમની સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. ફિલ્મ ૨૪ જૂન, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ ઘણા દિવસથી જાેરશોરથી તેનું પ્રમોશન કરી રહી છે અને ઈન્ટરવ્યૂ આપી રહી છે.

હાલમાં આવા જ એક ઈન્ટરવ્યૂમાં નીતૂ કપૂરે જુગ જુગ જિયો માટે હા પાડતા પહેલા કોની સલાહ લીધી હતી તેનો ખુલાસો કર્યો હતો. વાતચીતમાં નીતૂ કપૂરે ખુલાસો કર્યો હતો કે, જ્યારે કરણ જાેહરે ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ઓફર કરી ત્યારે તેઓ સમજી-વિચારીને ર્નિણય લઈ શકે તેવી સ્થિતિમાં નહોતા.

‘હું તે સમયે ખરાબ સ્થિતિમાં હતી. કરણ અને રણબીર ઘરે હતી અને મારા દીકરાએ કહ્યું હતું કે, મારે કામ શરૂ કરવું જાેઈએ. કરણે કહ્યું હતું ‘શું હું કાલે સ્ક્રિપ્ટ સાથે આવી શકું?’ એક દિવસ બાદ તે આવ્યો હતો. સ્ક્રિપ્ટ મને ગમી હતી. સીન સુંદર હતા અને ડાયલોગ પાવરફુલ હતા.

ત્યારબાદ નીતૂ કપૂરે કહ્યું હતું કે, તેમણે ફિલ્મ માટે ‘હા’ પાડતા પહેલા દીકરા રણબીર કપૂર અને વહુ આલિયા ભટ્ટની સલાહ લીધી હતી. ‘મારો પરિવાર ઘણીવાર મને પૂછે છે.

સેકન્ડ ઓપિનિયન માટે, પરંતુ હંમેશા નહીં. તેથી, જ્યારે તેમને શંકા હોય ત્યારે મને સ્ક્રિપ્ટ આપે છે અને હું વાંચુ છું. તેથી મેં પણ આલિયા-રણબીર સાથે શેર કર્યું હતું’. જ્યારે વરુણ ધવને પૂછ્યું કે, ‘શું તમે રિદ્ધિમાને નહોતું પૂછ્યું?’, તો નીતૂ કપૂરે કહ્યું હતું ‘રિદ્ધિમાને કોઈ જાણ નથી હોતી. તેના માટે મમ્મી જે કરે છે તે બેસ્ટ હોય છે.

એપ્રિલ, ૨૦૨૦માં પતિ ઋષિ કપૂરના નિધન બાદ નીતૂ કપૂરને ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ઓફર થઈ હતી. બાળકોએ કામ કરવા માટે પ્રોત્સાહન આપતાં તેમણે ફિલ્મ સ્વીકારી હતી. નીતૂ કપૂર એકલા રહે છે અને ઘણીવાર દિવંગત પતિને યાદ કરે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા એક્ટ્રેસ ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર તેમની સાથેની થ્રોબેક તસવીરો શેર કરતાં રહે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers