Western Times News

Latest News from Gujarat India

હૈદ્રાબાદના યુવા ક્રિકેટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

A young Hyderabad cricketer attempted suicide

નવી દિલ્હી, ક્રિકેટ હાલમાં દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. તો બીજી તરફ આ રમત રમનાર ખેલાડી પણ દરરોજ વધતા જાય છે. વધતા જતા ખેલાડીઓની સંખ્યાને લીધે દરેકને તેમના દેશની ટીમમાંથી રમવાની તક મળતી નથી. એવી જ સ્થિતિ ઘરેલૂઓ સ્તર પર જાેવા મળે છે.

પરંતુ આ દરમિયાન એક એકદમ ખરાબ સમાચાર સામે આવ્યા છે જ્યાં એક ખેલાડીને ટીમમાં સિલેક્ટ ન કરવામાં આવ્યો તો તેણે પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કર્યો. દક્ષિણી સિંધ પ્રાંતના હૈદ્રાબાદના યુવા ક્રિકેટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ની અંતર શહેર ચેમ્પિયનશિપ માટે તેની ઘરેલૂ ટીમમાં સિલેક્ટ કરવામાં ન આવ્યો.

A young Hyderabad cricketer attempted suicide

ફાસ્ટ બોલર શોએબે પોતાની કાંડાની નસ કાપી દીધી અને પરિવારના સભ્ય તેને મંગળવારે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઇને આવ્યા. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે અંતર શહેર ચેમ્પિયનશિપ માટે ટ્રાયલ બાદ કોચએ શોએબને ટીમમાં સિલેક્ટ ન કર્યો ત્યારબાદ તે ડિપ્રેશનના કારણે પોતાને રૂમમાં બંધ કરી દીધો હતો.

પરિવારના સભ્યએ કહ્યું ‘અમે તે પોતાના રૂમના બાથમાં મળ્યો અને તેની કાંડાની નસ કાપી દીધી હતી. તે એકદમ બેભાન હતો અને અમે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં હજુ પણ તેની સ્થિતિ નાજુક છે. ફેબ્રુઆરી ૨૦૧૮ માં પણ કરાંચીના અંડર ૧૯ ક્રિકેટર મોહમંદ જારયાબે શહેરની અંડર ૧૯ ટીમમાંથી બહાર કરવામાં આવતાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers