Western Times News

Gujarati News

ઝવેેરીને બનાવટી સોનાની વિંટીઓ પધરાવી મહીલાઓ ફરાર

માલપુરમાં ઝવેેરીઓને મામુ બનાવતી ઠગ ટોળકી સક્રીય

માલપુર, અરવલ્લી જીલ્લામાં ઝવેરીઓને બનાવટી સોનાના દાગીના પધરાવી છેતરપિંડી આચરતી ઠગ ટોળકી સક્રીય થઈ છે. Women flee after selling fake gold rings to jewelers in Malpur Arvalli district of Gujarat.

માલપુરમાં ઝવેરીને સોનાની બનાવટી વિંટીઓ સાચી હોવાનું કહી ૩ મહીલાઓએ રૂ.રપ,ર૦૦ની છેતરપિંડી આચર્યા બાદ હિંમતનગર, ઈડર સહીતના વિસ્તારમાં ઈડર સહીતના વિસ્તારોમાં પણ આ ટોળકીને ઝવેરીઓને નિશાન બનાવ્યાનું બહાર આવ્યું છે. સાબરકાંઠા એલ.સી.બી.દ્વારા ઠગ ટોળકીના કેટલાક સાગરીતોની અટકાયત કરી આગવીઢબે પુછપરછ કરવામાં આવતાં હિંમતનગર, ઈડર માલપુર તેમજ વિજાપુર સહીતના છેતરપિંડીના ગુના કબુલી લીધા છે.

જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દીભાષી મહીલાઓના નિશાના પર ઝવેરીઓ આવી ગયા છે. પૈસાની તાત્કાલીક જરૂરીયાત ઉપરાંત એન.જી.ઓ. સંસ્થામાં કામ કરતી હોવાની ઓળખ આપી બનાવટી સોનાના દાગીના વેચી પૈસા ખંખેરી લેવામાં આવી રહયા છે.

હિંમતનગર ઈડર અને ત્યારબાદ માલપુરમાં પણ આ ઠગ ટોળકી દ્વારા ઝવેરીને છેતરવામાં આવ્યો હોવાની ફરીયાદ પોલીસ દફતરે નોધાવી છે. માલપુરના જુના ભવનાથ મંદીર પાછળ રહેતા ઝવેરી રામસિંહ ભીખાજી રાજપુત તા.૧૭ના રોજ સાંજના સમયે તેમનીઆરતી જવેલર્સ દુકાનમાં બેઠા હતા

જે સમયે ૩ મહીલાઓ દુકાનમાં પ્રવેશી પોતે એન.જી.ઓ સંસ્થામાં કામ કરે છે. અને માલપુર નજીકના ગામમાંચ મકાન ભાડે રાખ્યું છે. તેમ કહી પૈસાની જરૂરીયાત હોવાથી સોનાની વીટીઓ વેચવી છે. તેવું કહયું હતું જેથી ઝવેરીએ માત્ર એસીડ ટેસ્ટથી રૂા.રપ,ર૦૦ ની કિંમતે વીટીઓ ખરીદી પરંતુ બાદમાં તે બનાવટી નીકળી હતી.

ઝવેરીને વીટીઓ વેચવા સમયે દુકાનમાં સી.સી.ટીવી કેમેરા ચાલુ હોવાથી ત્રણેય મહીલાઓ આબાદ રીતે કેમેરામાં કેદ થઈ છે.

અન્ય સ્થળે પણ આ ઢગ ટોળકીની મહીલાઓએ બનાવટી સોનાની વીટીઓને સાચા તરીકે ખપાવી ઝવેરીઓને છેતર્યા હોવાથી હરકતમાં આવેલી સાબરકાંઠા એલ.સી.બી.ની ટીમે હિંમતનગરમાં ટોળકીના સાગરીતોને દબોચી લીધા છે. જેમાં હિમતનગર ઈડર અને માલપુરમાં ઝવેરીને છેતર્યો હોવાની કબુલાત કરી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.