Western Times News

Gujarati News

સંસદ સંવાદનું સક્ષમ માધ્યમ, જ્યાં ખુલ્લા મનથી સંવાદ થવો જોઈએ: મોદી

નવી દિલ્હી, આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ગૃહની બહાર તો ગરમી છે, ગૃહમાં ગરમી ઓછી હશે કે નહીં તે જાેઈશું. તેમણે તમામને સદનની ગરિમા જાળવી રાખવાની અપીલ કરી.

આ ચોમાસુ સત્રમાં નવા રાષ્ટ્રપતિ અને નવા ઉપરાષ્ટ્રપતિનું માર્ગદર્શન મળશે. સદનમાં ખુલ્લા મને ચર્ચા થવી જાેઈએ. સદન સંવાદનું એક માધ્યમ છે. જ્યાં જરૂર પડ્યે વાદ વિવાદ પણ થવો જાેઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે હંમેશા સંદનને સંવાદનું સક્ષમ માધ્યમ માનીએ છીએ.

જ્યાં ખુલ્લા મનથી સંવાદ થાય, ખુલ્લા મનથી વાદ-વિવાદ થાય. આલોચના પણ થાય અને ઉત્તમ પ્રકારથી વિશેલેષણ થાય જેથી કરીને નીતિઓ અને ર્નિણયમાં ખુબ જ સકારાત્મક યોગદાન થઈ શકે. હું તમામ સાંસદોને ઊંડાણપૂર્વક વિચાર કરવા અને ચર્ચા કરવાનો આગ્રહ કરું છું.

પીએમ મોદીએ ક હ્યું કે આ સમસય ખુબ મહત્વપૂર્ણ છે. તે આઝાદીના અમૃત મહોત્સવનો દોર છે. ૧૫ ઓગસ્ટ અને આવનારા ૨૫ વર્ષનું એક વિશેષ મહત્વ છે. જ્યારે રાષ્ટ્ર સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ ઉજવશે તે અમારી યાત્રા નક્કી કરવા માટે સંકલ્પ કરવાનો સમય હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.